WhatsApp 7567734019

આઇસલેંડ ગણરાજ્ય

Lýðveldið Ísland
આઇસલેંડનો ધ્વજ
ધ્વજ
સૂત્ર: કાંઈ નહીં
રાષ્ટ્રગીત: Lofsöngur
હિન્દી: અસંબદ્ધ કાવ્ય
Location of આઇસલેંડ
રાજધાની
and largest city
રેક્જાવિક
અધિકૃત ભાષાઓઆઇસલેંડિક
સરકારસંવૈધાનિક ગણતંત્ર
ઓલાફ઼ર રાગનર ગ્રિમસન
જીર હિલમર હાર્ડે
સ્વતંત્ર 
• સંપ્રભુતા
૧ ડિસેંબર ૧૯૧૮
• ગણતંત્ર
૧૭ જૂન ૧૯૪૪
• જળ (%)
૨.૭
વસ્તી
• જુલાઈ ૨૦૦૬ અંદાજીત
૨,૯૭,૧૩૯ (૧૭૮મો)
• ડિસેંબર ૧૯૭૦ વસ્તી ગણતરી
૨,૦૪,૯૩૦
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
૧૦.૫૩૧ અરબ ડૉલર (૧૩૫મો)
• Per capita
૩૫,૫૮૬ ડૉલર (૨૦૦૫) (૫મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)૦.૯૫૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૨રા
ચલણઆઇસલેંડિક ક્રોના (ISK)
સમય વિસ્તારUTC+૦ (જીએમટી)
• ઉનાળુ (DST)
કોઈ નહીં
ટેલિફોન કોડ૩૫૪
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).is

આઇસલેંડ કે આઇસલેંડ ગણરાજ્ય (આઇસ્લેંડિક : Ísland કે Lýðveldið Ísland) ઉત્તર પશ્ચિમી યુરોપ માં ઉત્તરી એટલાંટિક માં ગ્રીનલેંડ, ફ઼રો દ્વીપ સમૂહ, અને નાર્વે ની મધ્યમાં વસેલ એક દ્વિપીય દેશ છે. આઇસલેંડનું ક્ષેત્રફળ લગભગ ૧,૦૩,૦૦૦ કિમી છે અને અનુમાનિત જનસંખ્યા ૩,૧૩,૦૦૦ (૨૦૦૯) છે. આ યુરોપ માં બ્રિટેન પછી પછી બીજો અને વિશ્વમાં અઢારમો સૌથી મોટો દ્વીપ છે. અહીં ની રાજધાની છે રેક્જાવિક અને દેશ ની અડધી જનસંખ્યા અહીં નિવાસ કરે છે.

અવસ્થાપન પુરાવાથી એ માલૂમ થાય છે કે આઇસલેંડમાં અવસ્થાપન ૮૭૪ ઈસ્વીમાં આરંભ થયો હતો. જ્યારે ઇંગોલ્ફ઼ર આર્નાર્સન લોકો અહીં આવ્યા, તેનાથી પહલાં પણ ઘણાં લોકો આ દેશમાં અસ્થાઈ રૂપે રોકાયા હતાં. આવવા વાળા ઘણાં દશકો અને શતાબ્દિઓમાં અવસ્થાપન કાળ દરમ્યાન અન્ય ઘણાં લોકો આઇસલેંડમાં આવ્યા. ૧૨૬૨માં આઇસલેંડ, નાર્વે ના ઓલ્ડ કોવેનેન્ટ ને અધીન આવ્યો અને ૧૯૧૮માં સંપ્રભુતા મળવા સુધી નાર્વે અને ડેનમાર્ક દ્વારા શાસિત રહ્યો. ડેનમાર્ક અને આઇસલેંડ વચ્ચે થયેલ એક સંધિ અનુસાર આઇસલેંડની વિદેશ નીતિનું નિયામન ડેનમાર્ક દ્વારા કરવાનું નક્કી થયું અને બન્નેં દેશો નો રાજા એક જ હતો જ્યાં સુધી કે ૧૯૪૪માં આઇસલેંડ ગણરાજ્યની સ્થાપના ન થઈ. આ દેશને વિભિન્ન નામોથી ઉદ્દેશાય છેૢ વિશેષ રૂપે કવિઓ દ્વારા.

વીસમી સદી ની ઉત્તરાર્ધ માં આઇસલેંડવાસીઓ એ પોતાના દેશ ના વિકાસ પર પુરજોર ધ્યાન આપ્યું અને દેશના આધારભૂત ઢાઁચાને સુધારવા અને અન્ય ઘણાં કલ્યાણકારી કામો પર ધ્યાન દીધું જેના પરિણામ સ્વરૂપે આઇસલેંડ, સયુંક્ત રાષ્ટ્રના જીવન ગુણવત્તા સૂચકાંક ના આધારે વિશ્વનો સર્વાધિક રહેવા યોગ્ય દેશ છે.

આઇસલેંડ, સયુંક્ત રાષ્ટ્ર, નાટો, એફ઼્ટા, સમેત વિશ્વની ઘણી સંસ્થાઓનો સદસ્ય છે.

સર્વપ્રથમ લોકો જે આઇસલેંડમાં રહ્યાં હતાં તે આયરલેંડના ભિક્ષુ હતાં. તે લોકો લગભગ ૮૦૦ ઈસ્વી માં અહીં આવ્યાં હતાં.

૯મી શતાબ્દીમાં, નૉર્સ લોકો અહીં રહવા માટે આવ્યાં. આઇસલેંડમાં રહેવાવાળા સર્વપ્રથમ નૉર્સ હતા ફ઼્લોકી વિલ્જરાર્સન (Flóki Vilgerðarson). આ તે લોકોમાં હતાં જેમણે આઇસલેંડ ને આ નામ આપ્યું. નાર્વેના એક સેનાપતિ જે આઇસલેંડ ની દક્ષિણ પશ્ચિમમાં રહેતા હતાં તેમને રેક્જાવિક ની સ્થાપના કરી હતી.

૯૩૦માં આઇસલેંડ ના શાસકો એ ત્યાંનું સંવિધાન લખ્યું હતું. તેમણે અલ્થિન્ગ (Alþingi), એક પ્રકારની સંસદ બનાવે જે પિન્ગ્વેલિર નામક સ્થાન પર હતી. આ વિશ્વની સર્વપ્રથમ સંસદ હતી જે આજે પણ સંચાલન માં છે.

૯૮૫ ઈસ્વી માં એરિક, ધ રેડ નામક એક વ્યક્તિ ને કોઈ ની હત્યા ના આરોપમાં આઇસલેંડથી કાઢી દેવાયો હતો. તેણે પશ્ચિમ તરફ યાત્રા કરી અને ગ્રીનલેંડની શોધ કરી લીધી. એરિકના પુત્ર લીફ઼ એરિક્સન એ ૧૦૦૦ ઈસ્વીમાં અમેરિકી મહાદ્વીપની શોધ કરી હતી. તેણે તેને વિન્લૈંડ કહી. એરિક, લીફ઼ અને અન્યોં ની યાત્રાઓનો ઉલ્લેખ ગાથાઓ (sagas)માં મલે છે.

૧૨૬૨ માં, આઇસલેંડ, નાર્વે નો ભાગ બન્યો અને ૧૬૬૨માં ડેનમાર્ક નો. ઓગણીસમી સદીમાં ઘણાં આઇસલેંડવાસી ડેનમાર્કથી સ્વતંત્ર થવા માંગતા હતાં. ૧૯૧૮માં આઇસલેંડને ઘણી શક્તિઓ દેવાઈ, પણ ડેનમાર્કનો શાસક હજી પણ આઇસલેંડ નો પણ શાસક હતો.

જ્યારે ૯ એપ્રિલ, ૧૯૪૦ ના જર્મની એ ડેનમાર્ક પર અધિકાર કરી લીધો તો આઇસલેંડની સંસદ અલ્થિન્ગ એ આ નિર્ણય લીધોકે આઇસલેંડવાસીઓ એ પોતાના દેશનું શાસન સ્વયં કરવું જોઈએ, પણ તેમણે હજી સુધી સ્વતંત્રતાની ઘોષણા ન કરી હતી. પહલાં બ્રિટિશ અને પછી અમેરિકી સૈનિકોએ આઇસલેંડનું અધિકરણ કરી લીધું જેથી જર્મન તેની પર હુમલો ન કરી શકે. અંતતઃ ૧૯૪૪માં આઇસલેંડ એક પૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યો.


દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી આઇસલેંડ ઉત્તરી અટલાન્ટિક સન્ધિ સંગઠન નો સદસ્ય બન્યો, પણ યુરોપીય સંઘ નો નહી. ૧૯૫૮ અને ૧૯૭૬ દરમ્યાન આઇસલેંડ અને બ્રિટેન વચ્ચે કૉડ માછલીઓ ને પકડ઼વાના વિષે ત્રણ વખત વાર્તા થઈ. આને કૉડ યુદ્દ કહેવાયું.

૧૯૮૦માં વિગ્ડિસ ફિન્બોગાડોટિર (Vigdís Finnbogadóttir) આઇસલેંડની રાષ્ટ્રપતિ ચુંટાઈ . તેણી કોઈ પણ દેશમાં નિર્વાચિત થવા વાળી સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતી.

રાજનીતિ

ફેરફાર કરો

આઇસલેંડ એક પ્રતિનિધિ લોકતંત્ર અને સંસદીય ગણતંત્ર છે. આધુનિક સંસદ, જેને અલ્પિંગી "Alþingi" કહે છે, ૧૮૪૫માં ડેનમાર્ક ના રાજા માટે એક સલાહકાર નિકાયના રૂપેમાં સ્થાપિત કરાઈ હતી. આને વ્યાપક રૂપે ૯૩૦માં સ્થાપિત એક વિધાનસભાના રૂપેમાં જોયું જાય છે જેની સ્થાપના રાષ્ટ્રમંડલ કાળમાં કરાઈ હતી અને જેને ૧૭૯૯ માં નિલંબિત કરી દેવાઈ. પરિણામતઃ, "તર્ક સાધ્ય રૂપે થી આઇસલેંડ દુનિયાનોકા સૌથી જુનો સંસદીય લોકતંત્ર છે" આમાં વર્તમાનમાં ૬૩ સદસ્ય હોય છે, જેમને ચાર વર્ષીય કાર્યકાળ માટે ચુંટાય છે.

આઇસલેંડના રાષ્ટ્રપતિ મુખ્યતઃ કેવળ એક ઔપચારિક રાષ્ટ્રાધ્યક્ષ છે અને એક રાજનૈતિકના રૂપેમાં કાર્ય કરે છે, પણ તે સંસદ દ્વારા પારિત કોઈ પણ કાયદો રોકી શકે છે અને રાષ્ટ્રીય જનમત સંગ્રહ માટે રાખી શકે છે. વર્તમાન રાષ્ટ્રપ્તિ ઓલાફર રાગનાર ગ્રિમ્સન (Ólafur Ragnar Grímsson) છે. સરકારના તે પ્રમુખ હોય છે વડાપ્રધાન, જે વર્તમાનમાં જોહાના સિર્ગુરાડોટિર (Jóhanna Sigurðardóttir) છે, જે પોતાની મંત્રીપરિષદ સાથે, કાર્યકારી સરકાર પ્રતિ ઉત્તરદાયી છે. મંત્રીપરિષદની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા આમ ચુંટણી પછી કરાય છે, પણ, નિયુક્તિ પર સામાન્ય રીતે રાજનીતિક દળો નેતાઓમાં વિચાર વિમર્શ થાય છે કે કયા દળ મંત્રીપરિષદમાં સમ્મિલિત થઈ શકે છે અને સીટોના ભાગલા કેવી રીતે થશે આ શર્ત પર કે તે મંત્રીપરિષદમાં અલ્થિન્ગમાં બહુમત પ્રાપ્ત થાય. જ્યારે દળો કે નેતા પોતાના મેળે એક નિર્ધારિત અવધિમાં કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવામાં અસમર્થ થાય તો રાષ્ટ્રપતિ પોતાની શક્તિનો પ્રયોગ કરી મંત્રીપરિષદકી નિયુક્તિ સ્વયં કરે છે. યદ્યપિ ૧૯૪૪માં ગણતંત્ર બન્યા પછી હજી સુધી આવું નથી થયું, પણ ૧૯૪૨માં દેશ ના રીજેંટ સ્વીન જોર્ન્સન (Sveinn Björnsson, જે ૧૯૪૧માં અલ્થિન્ગ દ્વારા આ સ્થિતિમાં સ્થાપિત કરાયા હતાં) એ એક અસંસદીય સરકાર ને નિયુક્ત કર્યાં હતાં. રીજેંટ, સૌ વ્યાવહારિક પ્રયોજનો માટે, એક રાષ્ટ્રપતિ ની સ્થિતિ હતી, અને સ્વીન વાસ્તવમાં ૧૯૪૪ માં દેશના પહલા રાષ્ટ્રપતિ બન્યા.

પ્રશાસનિક પ્રભાગ

ફેરફાર કરો

આઇસલેંડ ક્ષેત્રો, નિર્વાચન-ક્ષેત્રોં, કાઉંટિઓ અને નગર પાલિકાઓમાં વિભાજિત છે. અહીં આઠ ક્ષેત્ર છે જે મુખ્ય રૂપે સાંખ્યિકીય પ્રયોજનો માટે ઉપયોગમાં લેવાય છે, જિલ્લા ન્યાયાલય પણ આ વિભાગ ના એક પુરાણા સંસ્કરણનો ઉપયોગ કરે છે. ૨૦૦૩ સુધી, સંસદીય ચુંટણી માટે નિર્વાચન ક્ષેત્ર તે જ ક્ષેત્ર હતા, પણ સંવિધાન સંશોધન દ્વારા, તેને વર્તમાન છ નિર્વાચન ક્ષેત્રોંમાં પરિવર્તિત કરાયા.

  • રેક્જાવિક ઉત્તર અને રેક્જાવિક દક્ષિણ (નગરીય ક્ષેત્ર);
  • દક્ષિણ પશ્ચિમ (ચાર ભૌગોલિક દૃષ્ટિ એ અલગ રેક્જાવિક ની ચારે તરફના ઉપનગરીય ક્ષેત્ર);
  • ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર (આઇસલેંડ કા ઉત્તરી અર્ધભાગ, વિભાજિત), અને,
  • દક્ષિણ (આઇસલેંડ નો દક્ષિણી અર્ધભાગ, રેક્જાવિક અને ઉપનગરોં ને છોડી).

આઇસલેંડ ભૂવૈજ્ઞાનિક રૂપે ઘણો સક્રિય છે અને ખાડ઼ીની ગરમ ધારાઓ જે આ તરફ વહે છે, આને કારણે અહીં ભારી વર્ષા અને હિમપાત થાય છે અને આ ધારાઓને કારણે ઘણાં દિલચસ્પ અને અસામાન્ય ભૌગોલિક વિશેષતાઓનો વિકાસ થયો છે જે આર્કટિક વૃત ના આટલી નિકટ કોઈ પણ અન્ય દ્વીપ થી ઘણાં અલગ છે.

આમાં થી અમુક વિશેષતાએઁ છે, આઇસલેંડ ના ઘણાં પહાડ઼, જ્વાળામુખી, ગરમ ચશ્મે (હૉટ સ્પ્રિંગ્સ), નદીઓ, નાના સરોવરો, ઝરણા, હિમનદી, અને ગીઝર. જોકે "ગીઝર" શબ્દ પણ ગીસિર નામક એક પ્રસિદ્ધ ગીઝર થે વ્યુત્પન્ન થયો છે જે દેશના દક્ષિણી ભાગમાં સ્થિત છે. હિમનદી આ દ્વિપીય દેશ ના ૧૧% ભૂભાગ ને અચ્છાદિત કરેલ છે અને સૌથી મોટી, વાત્નાજોકુલ (Vatnajökull) લગભગ ૧ કિમી મોટી છે અને યુરોપની સૌથી મોટી હિમનદી છે.

આઇસલેંડ, જોકે એક યુરોપીય દેશ મનાય છે, પણ આંશિક રૂપે તે ઉત્તર અમેરિકામાં પડે છે, કેમકે આ મધ્ય એટલાંટિક કટક (રિજ), જે યૂરેશિયાઈ અને ઉત્તરી અમેરિકા ના વિવર્તનિક પ્લેટોં ની વચ્ચે સીમા બનાવે છે, તેની પર સ્થિત છે. આ કટક ઐતિહાસિક રૂપે જનસંખ્યા વાળા રેક્જાવિક અને થિંગ્વેલિર ક્ષેત્રોં ની મધ્ય માં થી પસાર થાય છે, અને આ અલગ વિવર્તનિક પ્લેટોં ની ગતિવિધિ ક્ષેત્રોં માં પ્રચુર માત્રા માં ભૂતાપ ઊર્જા નો સ્રોત છે.

અર્થવ્યવસ્થા

ફેરફાર કરો

આર્થિક સૂચકો ના આધાર પર આઇસલેંડ વિશ્વ ના સર્વાધિક ધની દેશોંમાં છે. વર્ષ ૨૦૦૭ માં પ્રતિ વ્યક્તિ સકલ આય ૬૩,૮૩૦ $ હતી. (વિશ્વ માં ચોથા સ્થાન પર, અંતર્રાષ્ટ્રીય મુદ્રા કોષ અનુસાર)અર્થવ્યસ્થા મુખ્ય રૂપે માછલી પકડ઼વા પર આધારિત છે, જેની દેશની નિકાસ આવકમાં ભાગીદારી ૬૦% છે અને આ ઉદ્યોગ દેશ ના ૮% કાર્યબળ ને રોજગાર આપે છે. આઇસલેંડ પાસે માછલી અને અપાર જલવિદ્યુત અને ભૂતાપીય ઊર્જા સિવાય અન્ય કોઈ સંસાધન નથી. માટે અહીંની અર્થવ્યસ્થા પર અંતર્રાષ્ટ્રીય બાજ઼ારમાં માછલી ઉત્પાદો અને તેના પ્રક્રમણ મૂલ્યોં પર થવાવાળા બદલાવોનો પ્રભાવ પડે છે. સીમેંટ જ એકમાત્ર એવું ઉત્પાદન છે જેના પ્રક્રમણ નો કચો માલ અહીં બને છે. અહીં અધિકાંશ ભવન આનાથી બનાવાય છે અને લાકડું (મોંઘુ હોવાને કારણે) ઓછા જ ઉપયોગમાં લવાય છે. માછલી ઉદ્યોગ પર નિર્ભરતા જ એક એવું કારણ છે જે આઇસલેંડ ને યુરોપીય સંઘમાં સમ્મિલિત થતાં રોકે છે. તેમ કરતાં તેમને ચિંતા છે કે યૂ.સં.ના સદસ્ય બનવાથી દેશની ઊપર ઘણાં નિયામક લાગૂ થશે જેને કારણે માછલી ના કાચા માલ ના પ્રબંધન પર તેમનું નિયંત્રણ સમાપ્ત થઈ જશે. યદ્યપિ અર્થવ્યસ્થા માછલી ઉદ્યોગ પર આધારિત છે પણ આ ઉદ્યોગ હવે ઓછો મહત્વપૂર્ણ થઈ રહ્યો છે અને પર્યટન ઉદ્યોગ(મુખ્યતઃ પારિસ્થિતિકી પર્યટન) અને આધુનિક પ્રૌદ્યોગિકી ઉદ્યોગ (મુખ્યતઃ સૉફ઼્ટવેયર અને જૈવ પ્રૌદ્યોગિકી) વધી રહ્યાં છે. ૨૦૦૩માં દેશ ની વિકાસ દર ૪.૩% હતી અને ૨૦૦૪ માં ૫.૨%. ૨૦૦૪ ની ચોથા ત્રિમાસીમાં બેરોજ઼ગારી દર ૨.૫% હતી જે લિક્ટેનસ્ટાઇન પછી યુરોપીય આર્થિક ક્ષેત્ર માં સૌથી ઓછી હતી.

૨૦૦૮ નું આર્થિક સંકટ

ફેરફાર કરો

હાલના વર્ષોંમાં આઇસલેંડ ને ઘોર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે, જે ૨૦૦૮ ના બૈંકિંગ સંકટ પછી વધુ વકર્યો. વધતી મુદ્રાસ્ફ઼ીતિ, અસ્થિર બેંકિંગ અને મુદ્રા ને કારણે આઇસલેંડ ની ઋણપાત્રતા નિર્ધારણતા (ક્રેડિટ રેટિંગ) ઢળી ગઈ અને ઘણાં વિશેષજ્ઞો નું માનવું છે કે બેંકિંગ પ્રણાલી નું ચરમરાહટ ત્યાં સુધી જારી રહેશે જ્યાં સુધી કે આર્થિક નીતિઓમાં નાટકીય બદલાવ નથી થતાં.

દેશ નો લઘુ પર્યટન કાળ આધિકારિક રૂપે ૩૧ મે થી આરંભ થઈ ૧ સપ્ટેંબર ના સમાપ્ત થાય છે. જૂનના આરંભિક મહીના માં પણ કઈ ક્ષેત્ર અને માર્ગ બર્ફ઼ થી અચ્છાદિત હોય છે. ગ્રીષ્મકાલીન દિવસ લાંબા હોય છે અને અર્ધરાત્રિ સુધી અજવાળું રહે છે. જૂન ની સમાપ્તિ અને જુલાઈ ના મહીનામાં અધિકતર પર્યટક આવે છે. ઓગસ્ટના મહીનેમાં પ્રવાસી પક્ષી પણ આવે છે. પેપિન, જે રાષ્ટ્રીય પક્ષી ઓગસ્ટના અંત માં દેખાવા ઓછા થઈ જાય છે. ૨૦ ઓગસ્ટ પર્યટન ના મોસમ નો આધિકારિક અંતિમ દિવસ હોય છે. આ પછી થી દિવસો નાના થવા માંડે છે અને હિમ વર્ષાનો મોસમ આરંભ થાય છે. પર્યટનના બે-ત્રણ મહિના દરમ્યાન જ આઇસલેંડમાં લગભગ ૧૦ લાખ પર્યટક આવે છે જે અહીં ની જંગલી પ્રકૃતિ જેમકે: હિમનદી, ઝરણા, જ્વાળામુખી, અને ગીઝર જોવા આવે છે. હાલના વર્ષોમાં આઇસલેંડમાં ઠંડી દરમ્યાન પણ પર્યટન માં તેજ઼ી આવી છે.

સંસ્કૃતિ

ફેરફાર કરો

સાહિત્ય

ફેરફાર કરો

આઇસલેંડ નું અધિકાંશ સાહિત્ય ઈડા કવિતાઓ છે જે ૯૦૦ થી ૧૦૫૦ ઈસ્વી વચ્ચે લખાઈ હતી અને તેમાં નાયકો અને વિભિન્ન દેવતાઓનું વિવરણ છે. સોનોરા સ્ટૉર્લોસન સહિત્ય એ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ખ્રિસ્તીધર્મ ના અહીં આવવા પછી ચર્ચથી સંબંધિત સાહિત્ય પણ અહીં લખાયું.

૧૯વીં સદી ની આરંભમાં આઇસલેંડિક સાહિત્ય-લેખન માં ઘણી તેજ઼ી આવી. તે કાળના અમુક અતિ મહત્વપૂર્ણ લેખક છે વાઈ ગિમ્સન, ગ્રોન્ડલ એમ આઇકોમ્સન ઇત્યાદિ. આઇસલેંડ ના ૨૦મી સદી ના અમુક મહત્વપૂર્ણ લેખક છે: ઇપ્સ્ટીન, ઈ વેન્ડિક્ટ્સન, જૉન ગોનાર્સન હાલ્ડોર લૈક્જિસ

જનસંખ્યા

ફેરફાર કરો

નોટઃ આ આંકડા વર્ષ ૨૦૦૫ માટે છે.

આઇસલેંડ ની કુલ જનસંખ્યા ૨,૯૬,૭૩૭ છે, અને અહીંની નસ્લીય બનાવટ આ પ્રકારે છે:

૯૪% આઇસલેંડી, અને ૬% ડૅનિશ, સ્વીડિશ, નાર્વેજિયાઈ, અમેરિકી અને અન્ય.

આઇસલેંડ ઘણાં હદે એક સજાતીય દેશ છે અને અહીં પૂરા દેશની જનસંખ્યા પર ડીએનએ શોધ ચાલી રહી છે.

જીવન પ્રત્યાશા: પુરુષ ૭૮.૨૩ વર્ષ, મહિલા ૮૨.૪૮ વર્ષ.

જનસંખ્યા વિતરણ: દેશ ની ૯૩% જનસંખ્યા નગરીય ક્ષેત્રોંમાં નિવાસ કરે છે જેમાં થી લગભગ અડધાથી પણ અધિક કેવળ રાજધાની રેક્જાવિકમાં રહે છે.

જનસંખ્યાની વૃદ્ધિ દર છે ૦.૯%.

આઇસલેંડની બહુસંખ્યક જનસંખ્યા ખ્રિસ્તી ધર્મ ની છે અને અધિકાંશતઃ લૂથરન છે.

ધાર્મિક બનાવટ: ૯૬% ઇવૈંગ્લિકલ લૂથરન, ૨% અન્ય ખ્રિસ્તી અને અન્ય મતાવલમ્બી, અને ૨% કોઈ ધાર્મિક સંબદ્ધતા નહીં.

અહીંની આધિકારિક ભાષા છે આઇસલેંડી. આ ભાષા પાછલા ૧,૦૦૦ વર્ષોં માં ઘણાં અધિક નથી બદલી , માટે આઇસલેંડવાસી હજી પણ વાઇકિંગ ની તે ગાથાઓં ને વાંચી શકે છે જે સદિઓ પહલા લખાઈ હતી.

શિક્ષા અને વિજ્ઞાન

ફેરફાર કરો

આઇસલેંડમાં આઠ વર્ષ સુધી શિક્ષા અનિવાર્ય છે. અહીં બે વિશ્વવિદ્યાલય, શિક્ષક પ્રશિક્ષણ વિદ્યાલય, મહાવિદ્યાલય, અને તકનીકી સંસ્થાન છે. આઇસલેંડ ની સાક્ષરતા દર ૧૦૦% છે.

પ્રૌદ્યોગિકી ના મામલેમાં આઇસલેંડ એક અત્યંત ઉન્ન્ત દેશ છે. ૧૯૯૯ સુધી, ૮૨.૩% આઇસલેંડવાસિઓ પાસે કમ્પ્યૂટર હતાં.[] ૨૦૦૬ માં આઇસલેંડ માં પ્રતિ ૧,૦૦૦ વ્યક્તિઓ પર ૧,૦૦૭ મોબાઇલ ફ઼ોન હતા, જે વિશ્વ માં ૧૬મો સૌથી અધિક ઉચ્ચતમ આઁકડ઼ા હતાં.[]

યુરોપીય મંગલ એનાલૉગ શોધ સ્ટેશન નું મુખ્યાલય આઇસલેંડમાં સ્થિત છે.

યાતાયાત

ફેરફાર કરો

આઇસલેંડ કી સામાજિક સંરચના નિજી કારો પર ઘણી નિર્ભર છે. આઇસલેંડમાં પ્રતિ વ્યક્તિ કાર સ્વામિત્વ વિશ્વમાં ઉચ્ચતમમાં એક છે: ૨૦૦૮ માં ૬૫૬.૭ પ્રતિ એક હજ઼ાર નિવાસી (www.statice.is) ૧૭ વર્ષ થી ઊપર.[] અધિકાંશ આઇસલેંડવાસી યાત્રા કરવા, કામ પર જાવા, વિદ્યાલય કે અન્ય ગતિવિધિઓ માટે કારોનો જ ઉપયોગ કરે છે.

આઇસલેંડ માં યાતાયાત નું મુખ્ય સાધન સડ઼ક છે. આઇસલેંડ માં ૧૩,૦૩૪ કિમી લાંબી પ્રશાસિત સડ઼કો છે, જેમાં ૪,૬૧૭ કિમી પાકી અને ૮,૩૩૮ કિમી કાચી સડ઼કો છે. રિંગ રોડ ૧૯૭૪માં પૂરી કરાઈ અને અમુક વર્ષ પૂર્વ જ બધાં સમુદાયો ને સડ઼ક થી જોડ઼ાયા છે અને આથી પહેલાં સડ઼કોના નાના-૨ ભાગ જ પાકા હતાં. આજે, દેશભરમાં સડ઼કોનું નિર્માણ અને સુધાર કરાય છે અને રાજધાની રેક્જાવિક ના આસપાસ મહામાર્ગોં નું નિર્માણ ક્રાય છે. હજી પણ મોટી સંખ્યા માં સડ઼કો કાચી છે જેમાં અધિકતર ગ્રામીણ ક્ષેત્રોં માં ઓછી ઉપયોગમાં લેવાતી સડકો છે. કસ્બામાં સડ઼કો પર ગતિ સીમા ૫૦ કિમી/પ્રતિ કલાક , પથરીલી સડ઼કોં પર ૮૦ કિમી/કલાક, અને પક્કી સડ઼કો પર ૯૦ કિમી/કલાક છે. વર્તમાન માં આઇસલેંડમાં કોઈ રેલમાર્ગ નથી.

  1. આઇસ્લૈંડ માં કમ્પ્યૂટર કી પહોંચ કિતને લોગોં સુધી છે? (આઇસલેંડી)
  2. "સીઆઈએ વર્લ્ડ ફૈક્ટબુક". મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-27.
  3. યાત્રી કારેં પ્રતિ ૧,૦૦૦ વ્યક્તિ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  NODES