કોલાબા

મુંબઈનો એક વિસ્તાર

કોલાબા અથવા કુલાબા એ મુંબઈ શહેરના દક્ષિણ ક્ષેત્રમાં આવેલ એક ટાપુ વિસ્તાર છે. ૧૬મી સદીના પોર્ટુગીઝ સામ્રાજ્ય દરમિયાન આ ટાપુ 'કેન્ડલ' નામે જાણીતો હતો. ૧૭મી સદીમાં પછી આ વિસ્તાર બ્રિટિશ અધિકાર ક્ષેત્રમાં આવ્યા પછી આ વિસ્તાર 'કોલિયો' નામથી જાણીતું થયું હતું.[]

કોલાબા
ઉપનગર
કોલાબા is located in મુંબઈ
કોલાબા
કોલાબા
અક્ષાંશ-રેખાંશ: 18°55′N 72°49′E / 18.91°N 72.81°E / 18.91; 72.81
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઈ શહેર
મેટ્રોમુંબઈ
ઝોન
વોર્ડએ (A)
સરકાર
 • માળખુંબૃહદ્ મુંબઈ મહાનગરપાલિકા
ઊંચાઇ
૪ m (૧૩ ft)
ભાષા
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
400 005
લોકસભા ક્ષેત્રદક્ષિણ મુંબઈ
વિધાનસભા ક્ષેત્રકોલાબા
સિવિક એજન્સીબૃહદ્ મુંબઈ મહાનગરપાલિકા

વર્તમાન

ફેરફાર કરો

હાલમાં અહીં ગેટવે ઓફ ઇન્ડિયા નજીક આર્ટ ડેકો શૈલીનું રીગલ થિયેટર (સિનેમા) છે. ત્યાં નજીકમાં લિયોપોલ્ડ કાફે અને તાજ મહેલ પેલેસ એન્ડ ટાવર આવેલ છે. તેના દક્ષિણી ભાગમાં નેવી નગર આવેલ છે. અહીં નજીકમાં પ્રાચીન ઇમારત તરીકે અફઘાન ચર્ચ છે. નેવી નગરની મધ્યમાં ભારતની જાણીતી વૈજ્ઞાનિક સંસ્થા ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ સ્થિત છે. કોલાબા ખાતે રતન ટાટા સહિત અનેક જાણીતી હસ્તીઓ રહે છે.

મુખ્ય સ્મારક

ફેરફાર કરો
 
ગેટવે ઓફ ઇન્ડિયા

કોલાબા અને આસપાસના વિસ્તારમાં મુખ્ય સ્મારકો નીચે પ્રમાણે છે:

  • ગેટવે ઓફ ઇન્ડિયા
  • ફિરોઝશાહ મહેતા ઉદ્યાન
  • કમલા નહેરુ ઉદ્યાન
  • છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ મ્યુઝિયમ
  • રીગલ થિયેટર
  1. "Attractions in Mumbai, India". Lonelyplanet.com. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  NODES