ખજુરાહો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં સ્થિત એક પ્રમુખ શહેર છે, કે જે પ્રાચીન તેમ જ મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. આ નગર મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં સ્થિત છે. ખજુરાહો નગરને પ્રાચીન સમય કાળમાં ખજૂરપુરા તેમ જ ખજૂર વાહિકા નામથી પણ ઓળખવામાં આવતા હતા. આ નગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિર આવેલાં છે. મંદિરોંનું શહેર ખજુરાહો આખા વિશ્વમાં પત્થરોને વાળીને નિર્મિત મંદિરોં માટે પ્રસિદ્ધ છે. ભારત દેશ ઉપરાંત દુનિયા ભરના આગન્તુક અને પર્યટકો પ્રેમના આ અપ્રતિમ સૌંદર્યના પ્રતીકને જોવા માટે નિરંતર આવતા રહે છે. હિંદુ કલા અને સંસ્કૃતિને શિલ્પીઓએ આ શહેરના પત્થરો પર મધ્યકાલીન સમયમાં ઉજાગર કરી જગતભરમાં પ્રસિધ્ધિ અપાવી છે. કામશાસ્ત્રની વિભિન્ન કલા આ મંદિરોમાં બેહદ ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલી છે.

ખજુરાહો
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
ખજુરાહો
—  શહર  —
ખજુરાહોનું
મધ્ય પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°51′N 79°56′E / 24.85°N 79.93°E / 24.85; 79.93
દેશ ભારત
રાજ્ય મધ્ય પ્રદેશ
જિલ્લો છતરપુર
વસ્તી ૧૯,૨૮૨ (2001)
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 283 metres (928 ft)

આ રાજવીઓએ કુલ ૮૦ મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી માત્ર ૨૫ મંદિરો જ હયાત છે આ મંદિરોનું રાજાઓના લાંબા ગાળાના પ્રયાસોના ફળસ્વરૂપે નિર્માણ થયું હતું.

પ્રારંભિક સમયમાં નિર્મિત બધા જ મંદિરો ગ્રેનાઈટથી બન્યા છે; જેમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે. મંદિરના તોરણની આલંકારિક શૈલી સ્થાપત્યનું ઉતમ ઉદાહરણ છે. ખજૂરાહોના મંદિર પશ્ચિમ પૂર્વી તથા દક્ષિણના ક્ષેત્રસમૂહોમાં વિભાજીત કરેલ છે. ચોસઠ યોગિનીનું મંદિર ઉપરાંત લગુઆ મહાદેવ મંદિર,પાર્વતી મંદિર,લક્ષ્મણ મંદિર, દુલાદેવ મંદિર, તથા ચતુર્ભુજ મંદિર વગેરે પ્રસિદ્ધ મંદિરો છે. દેશવિદેશના હજારો પ્રવાસીઓ વર્ષે તેની મુલાકાત લે છે.

ખજુરાહો નગરનો ઇતિહાસ લગભગ એક હજાર વરસ પુરાણો છે. આ શહેર ખાતે ચંદેલ સામ્રાજ્‍યની પ્રથમ રાજધાની હતી. ચન્દેલ વંશ અને ખજુરાહો નગરના સંસ્થાપક ચન્દ્રવર્મન હતા. ચંદેલાઓ મધ્યકાળમાં બુંદેલખંડમાં શાસન કરવા વાળા રાજપૂત રાજા હતા. તેઓ પોતાને આપ કા ચન્દ્રવંશી માનતા હતા. ચંદેલ રાજાઓએ દસમી સદીથી બારમી સદી સુધી મધ્ય ભારતમાં શાસન કર્યું હતું. ખજુરાહોના મંદિરોનું નિર્માણ ઇ. સ. ૯૫૦થી ઇ. સ. ૧૦૫૦ વચ્ચે ચંદેલ રાજાઓં દ્વારા કરાવવામાં આવ્યું હતું. મંદિરોનું નિર્માણ કર્યા બાદ ચંદેલાઓએ પોતાની રાજધાની મહોબા સ્થાનાંતરિત કરી હતી. પરંતુ એ સમય બાદ પણ ખજુરાહોનું મહત્વ કાયમ રહ્યું.

મધ્યકાલીન સમયકાળના દરબારી કવિ ચન્દ્રવરદાયીએ પૃથ્વીરાજ રાસોના મહોબા ખંડમાં ચંદેલ વંશની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે. એમણે લખ્યું છે કે કાશી નગરના રાજપંડિતની પુત્રી હેમવતી અપૂર્વ સૌંદર્યની સ્વામિની હતી. એક દિવસ તેણી ગરમીની ઋતુ વેળા રાતના સમયમાં કમળ-પુષ્પોથી ભરેલા તળાવમાં સ્નાન કરી રહી હતી. એની સુંદરતા જોઇને ભગવાન ચન્દ્ર તેણી પર મોહિત થઇ ગયા. તેઓ માનવ રૂપ ધારણ કરીને ધરતી પર આવી ગયા અને હેમવતીનું હરણ કરી ગયા હતા. દુર્ભાગ્યે હેમવતી વિધવા હતી. તેણી એક બાળકની માતા પણ હતી. તેણીએ ચન્દ્રદેવ પર પોતાનું જીવન નષ્ટ કરવાનો અને ચરિત્ર હનનનો આરોપ લગાવ્યો હતો.

પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવા માટે ચન્દ્ર દેવે હેમવતીને વચન આપ્યું કે તેણી એક વીર પુત્રની માતા બનશે. ચન્દ્રદેવે કહેલું કે તેણી પોતાના પુત્રને ખજૂરપુરા લઇ જાય. ચન્દ્રદેવે એમ કહ્યું કે તેણીનો બાળક એક મહાન રાજા બનશે. રાજા બન્યા પછી તે બાગ અને સરોવરોથી ઘેરાયેલા અનેક મંદિરોનું નિર્માણ કરાવશે. ચન્દ્રદેવે હેમવતીને કહ્યું કે રાજા બનીને તમારો પુત્ર એક વિશાળ યજ્ઞનું આયોજન કરશે જેના કારણે હેમવતીના બધાં જ પાપ ધોવાઇ જશે. ચન્દ્રદેવના નિર્દેશોનું પાલન કરી હેમવતીએ પુત્રને જન્મ આપવા માટે પોતાનું ઘર છોડી દિધું અને એક નાના-સરખા ગામમાં પુત્રને જન્મ આપ્યો.

હેમવતીનો પુત્ર ચન્દ્રવર્મન પોતાના પિતા સમાન તેજસ્વી, બહાદુર અને શક્તિશાળી હતો. સોળ વરસની ઉમરમાં તે વગર હથિયારે વાઘ કે સિંહને મારી શકતો હતો. પુત્રની અસાધારણ વીરતાને જોતાં જ હેમવતીએ ચન્દ્રદેવની આરાધના કરી જેમણે ચન્દ્રવર્મનને પારસ પત્થર ભેંટ આપ્યો અને એને ખજુરાહોનો રાજા બનાવ્યો. પારસ પત્થર વડે લોખંડને સોનામાં બદલી શકાતું હતુ.

ચન્દ્રવર્મને લગાતાર કેટલાંય યુદ્ધોમાં શાનદાર વિજય પ્રાપ્ત કર્યો. તેણે કાલિંજરનો વિશાળ કિલ્લો બનાવડાવ્યો. માતાના કહેવાથી ચન્દ્રવર્મને તળાવો અને ઉદ્યાનો વડે આચ્છાદિત ખજુરાહોમાં ૮૫ અદ્વિતીય મંદિરોનું નિર્માણ કરાવ્યું અને એક યજ્ઞનું આયોજન કર્યું જેને કારણે હેમવતી પાપમુક્ત થઇ હતી. ચન્દ્રવર્મન અને એના ઉત્તરાધિકારીઓએ ખજુરાહો નગરમાં અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું હતુ.

ખજૂરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલા રાજપૂતોની રાજધાનીનું નગર હતું, પરંતુ હાલમાં આ સ્થળ છત્તરપુર જિલ્લાનું એક ગામ માત્ર છે.

દર્શનીય સ્થળો

ફેરફાર કરો

પશ્ચિમી સમૂહ

ફેરફાર કરો

જ્યારથી બ્રિટિશ એન્જીન્યર ટી એસ બર્ટ દ્વારા ખજુરાહોના મંદિરોની શોધ કરવામાં આવી ત્યારથી મંદિરોના એક વિશાળ સમૂહને 'પશ્ચિમી સમૂહ'ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરોનો સમૂહ ખજુરાહો નગરના સૌથી આકર્ષક સ્થાનોમાંથી એક છે. આ સ્થળને યુનેસ્કો દ્વારા ૧૯૮૬ના વર્ષમાં વિશ્વ ધરોહર સ્થળોની સૂચિમાં સામેલ પણ કરવામાં આવ્યું છે. આનો મતલબ એવો થાય છે કે હવે આખું વિશ્વ આ સ્થળની જાળવણી તેભ જ દેખભાળ કરવા માટે ઉત્તરદાયી રહેશે. શિવસાગરની નજીક સ્થિત આ પશ્ચિમ સમૂહના મંદિરોના દર્શનની સાથે દરેક પ્રવાસીએ પોતાની યાત્રા શરૂ કરવી જોઇએ. એક ઑડિયો હેંડસેટ ૫૦ રૂપિયામાં ટિકિટ બૂથ પરથી ૫૦૦ રૂપિયા જમા કરાવી પ્રાપ્ત કરી શકાય છે.

આ ઉપરાંત ૨૦૦ રૂપિયાથી ૩૦૦ રૂપિયાની વચ્ચે અડધા કે પૂરા દિવસ માટે ચાર લોકો માટે ગાઇડ સેવાઓ પણ લઇ જઇ શકાય છે. ખજુરાહો નગરને સાઇકિલના માધ્યમ વડે સારી રીતે જોઇ શકાય છે. આ સાઇકલો ૨૦ રૂપિયા પ્રતિ કલાકના દરે પશ્ચિમ સમૂહની નિકટ આવેલા સ્ટેન્ડ પરથી પ્રાપ્ત કરી શકાય છે.

આ પરિસરના વિશાળ મંદિરોની બહુ જ સજાવટ કરવામાં આવી છે. આ સજાવટ અહીંના શાસકોની સંપન્નતા અને શક્તિને પ્રગટ કરે છે. ઇતિહાસકારોના મત એવો છે કે આ મંદિરોમાં હિંદુ દેવકુળો પ્રતિ ભક્તિ ભાવ દર્શાવવામાં આવ્યો છે. દેવકુલોના રૂપમાં યા તો શિવ યા વિષ્ણુ ભગવાનને દર્શાવવામાં આવ્યા છે. આ પરિસરમાં સ્થિત લક્ષ્મણ મંદિર ઉચ્ચ કોટિનું મંદિર છે. એમાં ભગવાન વિષ્ણુના વૈકુંઠમની સમાન બેઠેલા દેખાડવામાં આવ્યા છે. ચાર ફુટ ઊંચી વિષ્ણુ ભગવાનની આ મૂર્તિમાં ત્રણ મસ્તક છે. આ મસ્તક મનુષ્ય, સિંહ અને વરાહના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. કહેવાય છે કે કાશ્મીરના ચમ્બા ક્ષેત્રમાંથી આ મંગાવવામાં આવી હતી. એના તળિયાના ડાબા ભાગમાં સામાન્ય લોકોની દિનચર્યા એટલે કે જીવનના ક્રિયાકલાપો, કૂચ કરતી સેના, ઘરેલૂ જીવન તથા નર્તકોને દેખાડવામાં આવ્યા છે.

મંદિરના પ્લેટફોર્મની ચાર સહાયક વેદીઓ છે. ઈ. સ. ૯૫૪ના વર્ષમાં બનેલા આ મંદિરનો સંબંધ તાંત્રિક સંપ્રદાય સાથે છે. એનો અગ્રભાગ બે પ્રકારની મૂર્તિકલાઓ થી સજાવેલો છે, જેના મધ્ય ખંડમાં મૈથુન અથવા આલિંગન કરતાં દંપત્તિઓ દર્શાવાયા છે. મંદિરના સામેના ભાગમાં બે લઘુ વેદીઓ આવેલી છે. એક દેવી અને બીજા વરાહ દેવને સમર્પિત છે. વિશાળ વરાહની આકૃતિ પીળા પત્થરની ચટ્ટાનના એકલ ખંડમાં બનેલી છે.

કંદરિયા મહાદેવ મંદિર

ફેરફાર કરો

કંદરિયા મહાદેવ મંદિર પશ્ચિમી સમૂહના મંદિરોંમાંનું સૌથી વિશાળ મંદિર છે. આ મંદિરની ભવ્યતા અને સંગીતમયતાના કારણે તે પ્રસિદ્ધ છે. આ વિશાળ મંદિરનું નિર્માણ મહાન ચંદેલ રાજા વિદ્યાધરે મહમૂદ ગજનવી પર પોતે મેળવેલા વિજયના ઉપલક્ષ્યમાં કરાવ્યું હતુ. લગભગ ઇ. સ. ૧૦૫૦માં આ મંદિર બનાવડાવવામાં આવ્યું હતું. આ એક શૈવ મંદિર છે. તાંત્રિક સમુદાયને પ્રસન્ન કરવાના હેતુથી આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. કંદરિયા મહાદેવ મંદિર લગભગ 107 ફુટ ઊંચું છે. મકર તોરણ આ મંદિરની મુખ્ય વિશેષતા છે. મંદિરના સંગેમરમરી લિંગમાં અત્યાધિક ઊર્જાવાન મૈથુન છે. અલેક્જેંડર કનિંઘમના કહેવા મુજબ અહીં સર્વાધિક મૈથુનોની આકૃતિઓ છે. તેઓએ મંદિરની બહાર ૬૪૬ આકૃતિઓ અને ભીતરી બાજુ ૨૪૬ આકૃતિઓની ગણના કરી હતી.

દેવી જગદમ્બા મંદિર

ફેરફાર કરો

કંદરિયા મહાદેવ મંદિરના ચબૂતરાની ઉત્તર દિશામાં જગદમ્બા દેવીનું મંદિર આવેલું છે. જગદમ્બા દેવીનું મંદિર પહેલાં ભગવાન વિષ્ણુને સમર્પિત હતૂં, તેમ જ એનું નિર્માણ ઇ. સ. ૧૦૦૦ અને ઇ. સ. ૧૦૨૫ની વચ્ચેના સમયકાળમાં કરવામાં આવ્યું હતું. સૈકડ઼ોં વર્ષોં પશ્ચાત અહીં છતરપુરના મહારાજાએ દેવી પાર્વતીની પ્રતિમા સ્થાપિત કરાવી હતી, આ કારણે એને દેવી જગદમ્બા મંદિર કહેવામાં આવે છે. અહીં ઉત્કીર્ણ મૈથુન મૂર્તિઓમાં ભાવોની ઊંડી સંવેદનશીલતા શિલ્પની વિશેષતા છે. આ મંદિર શાર્દૂલોના કાલ્પનિક ચિત્રણ માટે પ્રસિદ્ધ છે. શાર્દૂલ એવું પૌરાણિક પશુ હતું જેનું શરીર વાઘનું અને મસ્તક પોપટ, હાથી અથવા વરાહનું હતું.

સૂર્ય મંદિર

ફેરફાર કરો

ખજુરાહોમાં એકમાત્ર સૂર્ય મંદિર છે, જેનું નામ ચન્દ્રગુપ્ત છે. ચન્દ્રગુપ્ત મંદિર એક જ ચબૂતરા પર સ્થિત હોય એવું ચોથું મંદિર છે. આ મંદિરનું નિર્માણ પણ વિદ્યાધરના સમયકાળમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ભગવાન સૂર્યની સાત ફુટ ઊંચી પ્રતિમા કવચ ધારણ કરેલી સ્થિતિમાં જોવા મળે છે. આમાં ભગવાન સૂર્ય સાત ઘોડાઓના રથ પર સવાર છે. મંદિરની અન્ય વિશેષતા એવી છે કે એમાં એક મૂર્તિકારને કામ કરતાં કરતાં ખુરશી પર બેઠેલો દેખાડવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અગિયાર મસ્તક વાળી વિષ્ણુ ભગવાનની મૂર્તિ દક્ષિણની દીવાલ પર સ્થાપિત છે.

બગીચાના રસ્તામાં પૂર્વ દિશામાં પાર્વતી મંદિર સ્થિત છે. આ એક નાનું સરખું મંદિર છે જે વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ મંદિરને છતરપુરના મહારાજા પ્રતાપ સિંહ દ્વારા ૧૮૪૩-૧૮૪૭ ઈસવીસનના સમયગાળામાં નિર્માણ કરાવવામાં આવ્યું હતું. એમાં પાર્વતીજીની આકૃતિને ગોહ પર ચઢેલા દેખાડવામાં આવ્યા છે. પાર્વતી મંદિરની ડાબી તરફ વિશ્વનાથ મંદિર છે, જે ખજુરાહો ખાતેનું સૌથી વિશાળ મંદિર છે. આ મંદિર શંકર ભગવાન સાથે સંબંધિત છે. આ મંદિર રાજા ધંગ દ્વારા ઈ. સ. ૯૯૯માં નિર્માણ કરાવવામાં આવ્યું હતું. પત્રો લખતી અપ્સરાઓ, સંગીતનો કાર્યક્રમ તેમ જ એક લિંગમને આ મંદિરમાં દર્શાવાયા છે.

ધ્વનિ એવં પ્રકાશ કાર્યક્રમ

ફેરફાર કરો

સાંજના સમયે આ પરિસરમાં અમિતાભ બચ્ચન દ્વારા રચિત લાઈટ એંડ સાઉંડ કાર્યક્રમ પ્રદર્શિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ ખજુરાહોના ઇતિહાસને જીવંત કરી દે છે. આ કાર્યક્રમનો આનંદ માણવા માટે ભારતીય નાગરિક પાસે પ્રવેશ શુલ્ક ૫૦ રૂપિયા અને વિદેશી નાગરિકો પાસે ૨૦૦ રૂપિયા લેવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના વચ્ચે અંગ્રેજી ભાષામાં આ કાર્યક્રમ સાંજે ૭ વાગ્યાથી ૭:૫૦ વાગ્યા સુધીનો હોય છે. જ્યારે હિન્દી ભાષાનો કાર્યક્રમ રાતના આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી આયોજિત કરવામાં આવે છે. માર્ચ મહિનાથી ઓગસ્ટ મહિના સુધી આ કાર્યક્રમનો સમય બદલવામાં આવે છે. આ અવધિમાં અંગ્રેજી ભાષાનો કાર્યક્રમ સાંજે ૭:૩૦ વાગ્યાથી ૮:૨૦ વાગ્યા સુધીનો હોય છે. જ્યારે હિન્દી ભાષામાં કાર્યક્રમનો સમય બદલીને રાત્રીના ૮:૪૦ વાગ્યાથી ૯:૩૦ વાગ્યા સુધીનો હોય છે.

પૂર્વીય સમૂહ

ફેરફાર કરો

પૂર્વીય સમૂહનાં મંદિરોને બે વિષમ સમૂહોમાં વહેંચવામાં આવ્યા છે. જેની ઉપસ્થિતિ આજના ગાંધી ચોકથી આરંભ થઇ જાય છે. આ શ્રેણીના પ્રથમ ચાર મંદિરોનો સમૂહ પ્રાચીન ખજુરાહો નગરની નજીક આવેલો છે. બીજા સમૂહમાં જૈન મંદિર છે. જે નગરની સ્કૂલની પાછળના ભાગમાં સ્થિત છે. પુરાણા નગરના બીજા છેડા પર સ્થિત ઘંટાઈ મંદિરને જોવા સાથે અહીંના મંદિરોનું ભ્રમણ શરૂ કરી શકાય છે. નજીકમાં જ વામન અને જાયરી મંદિર પણ દર્શનીય સ્થળો છે. 1050 સે 1075 ઈ. સ. ૧૦૫૦થી ઇ. સ. ૧૦૭૫ની વચ્ચે વામન મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. વિષ્ણુ ભગવાનના અવતારોમાં એની ગણના કરવામાં આવે છે. નજીકમાં જ જાયરી મંદિર આવેલું છે, જેનું નિમાર્ણ ઈ. સ. ૧૦૭૫થી ઇ. સ. ૧૧૦૦ની વચ્ચે થયેલું હોવાનું મનાય છે. આ મંદિર પણ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ બંન્ને મંદિરોની નજીક બ્રહ્મા મંદિર આવેલું છે, જેની સ્‍થાપના 925 ઈ. સ. ૯૨૫ના વર્ષમાં થઈ હતી. આ મંદિરમાં એક ચાર મોં વાળું લિંગ છે. બ્રહ્મા મંદિરનો સંબંધ બ્રહ્મા સાથે નહીં પરંતુ શિવ સાથે છે.

જૈન મંદિર

ફેરફાર કરો

જૈન મંદિરોનો સમૂહ એક પરિસરમાં સ્થિત છે. જૈન મંદિરોને દિગમ્બર સમ્પ્રદાયે બનાવાડાવ્યો હતો. આ સમ્પ્રદાય દ્વારા જ આ મંદિરોની દેખભાળ કરવામાં આવે છે. આ સમૂહનું સૌથી વિશાળ મંદિર ર્તીથકર આદિનાથને સમર્પિત છે. આદિનાથ મંદિર પાર્શ્‍વનાથ મંદિરની ઉત્તર દિશામાં સ્થિત છે. જૈન સમૂહના અન્તિમ શાન્તિનાથ મંદિર અગિયારમી શતાબ્દીમાં બનાવડાવવામાં આવ્યું હતું આ મંદિરમાં યક્ષ દંપત્તિની આકર્ષક મૂર્તિઓ આવેલી છે.

દક્ષિણી સમૂહ

ફેરફાર કરો

આ ભાગમાં બે મંદિર આવેલાં છે. એક ભગવાન શિવ સંબંધિત દુલાદેવ મંદિર છે, જ્યારે બીજું વિષ્ણુ ભગવાન સંબંધિત છે જેને ચતુર્ભુજ મંદિર કહેવામાં આવે છે. દુલાદેવ મંદિર ખુદ્દર નદીના કિનારે સ્થિત છે. આ મંદિરને ઈ. સ. ૧૧૩૦ના વર્ષમાં મદનવર્મન દ્વારા બનાવડાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં ખંડોંની દિવાલો પર મુદ્રિત દૃઢ઼ આકૃતિઓ છે. ચતુર્ભુજ મંદિરનું નિર્માણ ઈ. સ. ૧૧૦૦ના વર્ષમાં કરાવવામાં આવ્યું હતું. આ મંદિરના ગર્ભમાં ૯ ફુટ ઊંચી વિષ્ણુ ભગવાનની પ્રતિમા સંતના વેશમાં દર્શાવવામાં આવી છે. આ સમૂહના મંદિરને જોવા માટે બપોરનો સમય ઉત્તમ માનવામાં આવે છે. બપોરના સમયમાં સૂર્યની રોશની આ મંદિરની મૂર્તિઓને ખુબ જ આકર્ષક બનાવે છે.

સંગ્રહાલય

ફેરફાર કરો

ખજુરાહોનાં વિશાળ મંદિરોને ગરદન ઉંચી કરીને જોયા પછી ત્રણ સંગ્રહાલયોને જોઇ શકાય છે. વેસ્ટર્ન ગ્રુપ થી વિપરીત દિશામાં ભારતીય પુરાતત્વ વિભાગના સંગ્રહાલયમાં મૂર્તિઓને પોતાની આંખના સ્તર પર જોઇ શકાય છે. પુરાતત્વ વિભાગના આ સંગ્રહાલયને ચાર વિશાળ ગૃહોમાં વિભાજિત કરવામાં આવેલું છે, જેમાં શૈવ, વૈષ્ણવ, જૈન અને ૧૦૦થી પણ અધિક વિભિન્ન આકારોની મૂર્તિઓ સામેલ છે. સંગ્રહાલયમાં વિશાળ મૂર્તિઓના સમૂહને કામક્રીડા કરતા દેખાડવામાં આવ્યા છે. આમાં વિષ્ણુ ભગવાનની પ્રતિમાને મ્હોં પર આંગળી રાખી ચુપ રહેવાના ભાવ સાથે દેખાડવામાં આવ્યા છે. સંગ્રહાલયમાં ચાર પગો વાળા શિવ ભગવાનની પણ એક સુન્દર મૂર્તિ આવેલી છે.

જૈન સંગ્રહાલયમાં લગભગ ૧૦૦ જેટલી જૈન મૂર્તિઓ આવેલી છે, જ્યારે આદિવાસી અને ભાતિગળ લોકસંસ્કૃતિના રાજ્ય સંગ્રહાલયમાં જનજાતિ સમૂહો દ્વારા નિર્મિત પાકી માટીની કલાકૃતિઓ, ધાતુ શિલ્પો, લાકડાંના શિલ્પો, ચિત્રકલાના નમૂનાઓ, આભૂષણો, મુખવટાઓ અને ટેટુઓ દર્શાવવામાં આવ્યા છે.

ભારતીય પુરાતત્વ વિભાગના સંગ્રહાલયમાં પ્રવેશ શુલ્ક ૫ રૂપિયા રાખવામાં આવેલા છે. વેસ્ટર્ન ગ્રુપની ટિકિટની સાથે આ સંગ્રહાલયમાં મફત પ્રવેશ કરી જોવા જઇ શકાય છે. સવારના દસ વાગ્યેથી સાંજના સાડા ચાર વાગ્યા સુધી આ સંગ્રહાલય ખુલ્લું રહે છે. શુક્રવાર ના દિવસે આ સંગ્રહાલય બંધ રહે છે. જૈન સંગ્રહાલય સવારના સાત વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને એમાં કોઈ પ્રવેશ શુલ્ક લેવામાં આવતું નથી.

રાજ્ય સંગ્રહાલયમાં શુલ્કના રૂપમાં ૨૦ રૂપિયા લેવામાં આવે છે. આ બપોરના બાર વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સોમવાર તેમ જ સાર્વજનિક રજાઓના દિવસે આ સંગ્રહાલય બંધ રહે છે.

નિકટવર્તી દર્શનીય સ્થળો

ફેરફાર કરો

ખજુરાહોની આસપાસ અનેક એવાં સ્થળો છે કે જે પર્યટન તેમ જ ભ્રમણ કરવાના હેતુથી ખૂબ જ પ્રસિદ્ધ છે.

કાલિંજર અને અજયગઢના કિલ્લાઓ

ફેરફાર કરો

મેદાની વિસ્તારોથી થોડું આગળ વધતાં વિંધ્યાચળ પર્વતમાળાના પહાડી ભાગોમાં અજયગઢ અને કાલિંજરના કિલ્લાઓ આવેલા છે. આ કિલ્લાઓનો સંબંધ ચંદેલ વંશના ઉત્થાન તેમ જ પતન સાથે જોડાયેલો છે. ખજૂરાહોથી આશરે ૧૦૫ કિલોમીટર દૂર સ્થિત કાલિંજરનો કિલ્લો આવેલો છે. આ એક પ્રાચીન કિલ્લો છે. પ્રાચીન કાળમાં આ કિલ્લો શિવ ભક્તોની કુટિર હતી. આ સ્થળને મહાભારત અને પુરાણોના પવિત્ર સ્થળોની સૂચીમાં સામેલ કરવામાં આવ્યા હતું. આ કિલ્લાનું નામકરણ શિવના વિનાશકારી રૂપ કાળ પરથી થયું હતું જે બધી વસ્તુઓનું જર અર્થાત પતન કરે છે. કાળ અને જર એમ બે શબ્દો દ્વારા કાલિંજર નામ બનાવવામાં આવ્યું હતું. ઇતિહાસકારોના મત મુજબ આ કિલ્લો ઈસવીસન પૂર્વેનો છે. મહમૂદ ગજનવીના હુમલા બાદ ઇતિહાસકારોના ધ્‍યાન આ કિલ્લાની તરફ ગયું હતું. ૧૦૮ ફુટ ઊંચા આ કિલ્લામાં પ્રવેશ કરવા માટે અલગ-અલગ શૈલીઓના સાત દરવાજાઓને પાર કરવા પડે છે. કિલ્લાની ભીતર આશ્ચર્યચકિત કરી દે એવી પત્થરની ગુફાઓ આવેલી છે. આ કિલ્લાની ટોચ પર ભારતના ઇતિહાસની યાદ દેવડાવતી હિંદુ અને મુસ્લિમ શૈલીની ઇમારતો આવેલી છે. કહેવાય છે કે કાલિંજરના ભૂમિતળ થી પતાલગંગા નામક નદી વહે છે જે તેની ગુફાઓને જીવંત બનાવે છે. ઘણા બધા કીમતી પત્થર અહીં વિખરાયેલા પડ્યા છે.

ખજુરાહોથી આશરે ૮૦ કિલોમીટર દૂર અજયગઢનો દુર્ગ આવેલો છે. આ દુર્ગ ચંદેલ શાસનના અર્દ્ધકાળમાં બહુ જ મહત્વપૂર્ણ હતો. વિંધ્યાચળ પર્વતમાળાના ડુંગરની ટોચ પર આ કિલ્લો સ્થિત છે. કિલ્લામાં બે પ્રવેશ દ્વાર છે. કિલ્લાની ઉત્તર દિશામાં એક દરવાજો તેમ જ દક્ષિણ-પૂર્વ દિશામાં તરહૌની દ્વાર આવેલાં છે. દરવાજાઓ સુધી પહોંચવા માટે ચટ્ટાનો પર ૪૫ મિનિટ જેટલો સમય લેતું સીધું ચઢાણ ચઢવું પડે છે. કિલ્લાની વચ્ચોવચ અજય પલનું તળાવ નામક જળાશય આવેલું છે. જળાશયના છેવાડે જૈન મંદિરોના અવશેષો વિખરાયેલા પડેલા જોવા મળે છે. ઝીલના કિનારે થોડા પ્રાચીન કાળમાં સ્થાપિત મંદિરો પણ જોવા મળે છે. કિલ્લાની પ્રમુખ વિશેષતામાં એવાં ત્રણ મંદિરો છે જેને અંકગણિતીય વિધિથી સજાવવામાં આવ્યાં છે. ભારતીય પુરાતત્વ વિભાગે થોડા સમય પહેલાં આ કિલ્લાની દેખભાળની જવાબદારી ઉઠાવી છે.

ખજુરાહોમાં અનેક નાની - નાની દુકાનો છે જે લોખંડ, તાંબા અને પત્થરનાં ઘરેણાં વેચે છે. અહીં વિશેષ રૂપથી પત્થરોં અને ધાતુઓ પર કોતરી બનાવાયેલી કામસૂત્રની ભંગિમાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મૂર્તિઓને અહીંયા આવેલી દુકાનોમાંથી ખરીદી શકાય છે. મૃગનયની સરકારી એમ્પોરિયમના બારણાંઓ અધિકાંશ સમય બંધ રહેતાં જોવા મળે છે. ડિસેમ્બર મહીનામાં રાજ્યના આદિવાસી અને ભાતિગળ સંગ્રહાલયમાં કારીગરો માટે એક કાર્યશાળા આયોજિત કરવામાં આવે છે. કાર્યશાલામાંથી અહીંના કારીગરો પોતાની કલાનું પ્રદર્શન કરતા હોય છે. એમની અદ્ભુત કલા દર્શાવતા નમૂનાઓને અહીયાંથી ખરીદી શકાય છે.

ખજુરાહો જવા માટે પોતાની સુવિધા અનુસાર હવાઇ, રેલ અથવા સડક પરિવહનને અપનાવી પહોંચી શકાય છે.

હવાઇ માર્ગ

ખજુરાહો હવાઇ માર્ગ દ્વારા દિલ્લી, વારાણસી, આગરા અને કાઠમાંડુ સાથે જોડાયેલ છે. ખજુરાહો એરપોર્ટ સિટી સેન્ટરથી ત્રણ કિલોમીટર જેટલું દૂર આવેલું છે.

રેલ માર્ગ

ખજુરાહોનું નજીકનું રેલવે સ્ટેશન મહોબા અને હરપાલપુર છે. દિલ્લી અને મુંબઈથી આવવા વાળા પર્યટકો માટે ઝાંસી સુવિધાજનક રેલવે સ્ટેશન છે જ્યારે ચેન્નઈ અને વારાણસી તરફથી આવવા વાળા પ્રવાસીઓ માટે સતના વધુ સુવિધાજનક છે. નજીક તેમ જ સુવિધાજનક રેલવે સ્ટેશનથી ટેક્સી અથવા બસ દ્વારા ખજુરાહો પહુંચી શકાય છે. સડકમાર્ગોની ખરાબ સ્થિતિના કારણે પરેશાનીનો સામનો કરવો પડે એવું થઇ શકે છે.

સડ઼ક માર્ગ

ખજુરાહો મહોબા, હરપાલપુર, છતરપુર, સતના, પન્ના, ઝાંસી, આગરા, ગ્વાલિયર, સાગર, જબલપુર, ઇંદૌર, ભોપાલ, વારાણસી અને ઇલાહાબાદથી નિયમિત અને સીધું જોડાયેલ છે. દિલ્લીના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨ પરથી પલવલ, કૌસી કલા અને મથુરા થઇને આગરા પહુંચી શકાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૩ પરથી ધૌલપુર અને મુરૈના શહેરના રસ્તે ગ્વાલિયર જઇ શકાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૭૫ પરથી ઝાંસી, મઉરાનીપુર અને છતરપુર શહેર થઇને બમિંથા અને ત્યાંથી રાજ્ય ધોરીમાર્ગ દ્વારા ખજુરાહો પહુંચી શકાય છે.

આ પણ જૂઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  NODES