તરબૂચ કે કલિંગર (વૈજ્ઞાનિક નામ: સિટ્રુલસ લેનેટસ-Citrullus lanatus Thunb.), ક્યુકરબિટેસી કુળનું (કોળા, દૂધી વગેરેનું કુળ) ફળ છે. તે જમીન પર પથરાયેલા વેલા પર ઉગે છે, જેનું મૂળ ઉદ્ભવ સ્થાન આફ્રિકા ખંડના દક્ષિણના દેશોને માનવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં પેપો ફળ તરિકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારનું આ ફળ છે, જે ખુબ જાડી છાલ અને રસાળ ગર ધરાવે છે. અધોજાયી અંડાશયમાંથી પરિણમતાં આ પેપો ફળ ક્યુકરબિટેસી કુળની લાક્ષણિકતા છે. તરબૂચ પણ પેપો ફળ હોવાને કારણે જાડી લીલી કે ઘાટી અને આછી લીલી તથા પીળી ઝાંયવાળા ચટાપટા ધરાવતી છાલ, જે અંદરની તરફ સફેદ હોય છે, તથા મધ્યમાં અનેક બીજ પથરાયેલો લાલ રંગનો રસાળ મીઠો ગર ધરાવે છે. ફળ તરીકે કે અન્ય ફળોની સાથે કટકા કરીને તેને લગભગ સમગ્ર વિશ્વમાં ખાવામાં આવે છે. []

તરબૂચ, કલિંગર
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પ વનસ્પતિ
(unranked): દ્વિદળી
(unranked): રોઝિડ્સ
Order: ક્યુકરબિટેલ્સ
Family: ક્યુકરબિટેસી
Genus: સિટ્રુલસ (Citrullus)
Species: લેનેટસ (C. lanatus)
દ્વિનામી નામ
સિટ્રુલસ લેનેટસ (Citrullus lanatus)
કાર્લ પિટર થન્બર્ગ (Thunb)

ભારતમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે, અને ખાસ કરીને ગુજરાતમાં મુખ્યત્વે માહિકો, પાહુજા, સુગરબેબી અને ઇન્ડોઅમેરિકા જેવી કંપનીઓનું બિયારણ વાપરવામાં આવે છે.

  1. "Watermelon". મૂળ માંથી 2012-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-28.
  NODES
languages 1
os 2