તલ (અંગ્રેજી: Sesame; વૈજ્ઞાનિક નામ: Sesamum indicum) એક તેલીબિયાં વર્ગની વનસ્પતિ છે. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે તે સપુષ્પી વનસ્પતિના સિસેમમ ગોત્રમાં આવે છે. ભારતમાં અને આફ્રિકામાં તેની અસંખ્ય જંગલી જાતો મળી આવે છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં તે સારી રીતે કેળવાય છે.

તલ
તલના છોડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પી
(unranked): દ્વિદળી
(unranked): એસ્ટરીડ્સ
Order: લેમિએલ્સ
Family: પેડાલિયેસી
Genus: સિસેમમ (Sesamum)
Species: ઇન્ડિકમ (S. indicum)
દ્વિનામી નામ
સિસેમમ ઇન્ડિકમ (Sesamum indicum)
લિનિયસ (Carolus Linnaeus) L.

તલને સૌથી જૂના ખેતી કરીને પકવવામાં આવતા તેલીબિયાં તરીકે ગણવામાં આવે છે અને ૩,૦૦૦ વર્ષથી પણ વધુ સમયથી તેની માવજત થતી હોવાનું જાણમાં છે. તલ સુષ્કતા પ્રત્યે ખૂબ સારી સહિષ્ણુતા ધરાવે છે, એટલે કે સુકા વિસ્તારમાં તે સારી રીતે ઉગી શકે છે. જ્યાં બીજો કોઈ પાક થઈ ન શકતો તેવા વિસ્તારમાં તે સરળતાથી ઉગી શકે છે અને માટે અંગ્રેજીમાં તેને સર્વાઇવર ક્રોપ (survivor crop) તરીકે પણ ઓળખવામાં આવે છે[][].

બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. તલનું તેલ મીઠું હોય છે અને તે કારણે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાધ્યતેલ તરીકે વપરાય છે[][].

અન્ય સુકામેવા (નટ્સ-Nuts) અને ખાધ્ય પદાર્થોની જેમજ તલ પણ અમુક માણસોમાં એલર્જી પેદા કરી શકે છે[].

૨૦૧૦ની સાલમાં વિશ્વમાં તલનું કુલ ઉત્પાદન ૩૮.૪ લાખ ટન થયું હતું અને મ્યાનમાર (બર્મા) સૌથી મોટો ઉત્પાદક દેશ હતો[]. ભારત સૌથી મોટો નિકાસકર્તા અને જાપાન સૌથી મોટો આયાતકર્તા દેશ હતો.

 
નેપાળમાં તલનું ખેતર
 
તલની શીંગો
 
ખૂલેલી શીંગ
 
સફેદ તલના દાણા

તલને માનવજાતને જાણીતું સૌથી જૂનું તેલીબિયું ગણવામાં આવે છે.[] તલની ઘણી જાતિઓ છે, જે પૈકીની મોટા ભાગની જંગલી છે અને તે પૈકીની મોટાભાગની સબ-સહારન આફ્રિકાની વતની છે. સિસેમમ ઇન્ડિકમ (Sesame Indicum) કે જેની ખેતી કરવામાં આવે છે, [][] તેનો ઉદ્ભવ ભારતમાં થયો હતો.[][][૧૦]

ઉત્ખનન દ્વારા મળી આવેલા તલના બળેલા અવશેષો ઇ.પૂ. ૩૫૦૦-૩૦૫૦ના ગાળાના હોવાનું સિદ્ધ થયું છે.[૧૧] ફુલરનો એમ નોંધે છે કે તલનો વેપાર મેસોપોટેમિયા અને ભારત (તથા આજના પાકિસ્તાન) વચ્ચે ઇ.પૂ. ૨૦૦૦ પહેલા શરૂ થઈ ચુક્યો હતો.[૧૨] કેટલાક એવો દાવો પણ કરે છે કે ઇજીપ્તમાં ટોલેમિયાક કાળ દરમ્યાન તલની ખેતી થતી હતી,[૧૩] જ્યારે અન્યોનું કહેવું છે કે નવા રાજ્યના કાળમાં[૧૪][૧૫][૧૬] સૌપ્રથમ ખેતી થઈ હતી.

આશરે ૪,૦૦૦ વર્ષ પુરાણા બેબીલોન અને એસ્સિરિયાના સંદર્ભોમાં પણ તલનો ઉલ્લેખ છે. ઇજીપ્તના લોકો તેને સેસેમ્ટ કહેતા અને ૩૬૦૦ કરતા પણ વધુ વર્ષો જૂના એબર્સ પેપીરસની હસ્તપ્રતમાં તેનો ઔષધિય વનસ્પતિ તરીકે સમાવેષ થયેલો છે. તુર્કીમાં થયેલા ઉત્ખનનના પુરાવાઓથી એમ સ્પષ્ટ થયું છે કે આજથી ઓછામાં ઓછા ૨૭૫૦ વર્ષ પૂર્વે ઉરર્તુના સામ્રાજ્યમાં તલ ઉગાડવામાં આવતા અને તેને પીલીને તેનું તેલ પણ કાઢવામાં આવતું.[][૧૭][૧૮]

તલ એક ખડતલ પાક છે જેને ખૂબ ઓછી માવજતની જરૂર પડે છે અને તે દુકાળમાં, ઊંચા તાપમાનમાં, ચોમાસા પછી જમીનમાં બચી ગયેલા ભેજના સહારે કે જ્યારે ચોમાસું આવ્યું જ ન હોય ત્યારે પણ ઉગી શકે છે અને એટલું જ નહિ, અત્યાધિક વરસાદમાં પણ તે ટકી જાય છે. એ એક એવો પાક હતો જેની ખેતી એવા ખેડૂતો કરતા જેમની પાસે ગુજરાનનું બીજું કોઈ સાધન ન હોય, જેઓ રણની કિનારે રહેતા હોય અને તેમના વિસ્તારમાં અન્ય કોઈ પાક થતા નહી હોય.[]

ઉત્પાદન

ફેરફાર કરો
૨૦૧૦ના સૌથી વધુ તલ ઉત્પાદક દસ દેશો[]
દેશ ઉત્પાદન
(લાખ ટન)
ઉપજ
(ટન/હેક્ટર)
  મ્યાનમાર ૭.૨ ૦.૪૬
  ભારત ૬.૨ ૦.૩૪
  ચીન ૫.૯ ૧.૨૨
  ઈથિયોપિયા ૩.૧ ૦.૯૯
  સુદાન ૨.૫ ૦.૧૯
  યુગાન્ડા ૧.૭ ૦.૬૧
  નાઈજેરિયા ૧.૨ ૦.૩૮
  બુર્કીના ફાસો ૦.૯ ૦.૭૨
  નાઈજર ૦.૯ ૦.૫૦
  સોમાલીયા ૦.૭ ૦.૯૬
વિશ્વનું કુલ ઉત્પાદન ૩૮.૪ ૦.૪૯

૨૦૧૦માં તલનું કુલ ઉત્પાદન ૩૮.૪ લાખ ટન હતું. મ્યાનમાર સૌથી મોટો ઉત્પાદક હતો અને મ્યાનમાર, ભારત અને ચીન ટોચના ત્રણ ઉત્પાદક દેશો હતા જેમણે ભેગા મળીને કુલ ઉત્પાદનનું અડધું ઉત્પાદન કર્યું હતું.[૧૯]

૭૮ લાખ હેક્ટરથી પણ વધુ જમીન પર તલનું વાવેતર ૨૦૧૦માં થયું હતું[].

ચિત્રદર્શન

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Raghav Ram, David Catlin, Juan Romero, and Craig Cowley (1990). "Sesame: New Approaches for Crop Improvement". Purdue University.CS1 maint: multiple names: authors list (link)
  2. ૨.૦ ૨.૧ D. Ray Langham. "Phenology of Sesame" (PDF). American Sesame Growers Association. મૂળ (PDF) માંથી 2019-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2013-07-21.
  3. Ray Hansen (August 2011). "Sesame profile". Agricultural Marketing Resource Center.
  4. ૪.૦ ૪.૧ E.S. Oplinger, D.H. Putnam; et al. "Sesame". Purdue University. Explicit use of et al. in: |author= (મદદ)
  5. ૫.૦ ૫.૧ "Sesame Allergy". Institute of Food Research, United Kingdom. મૂળ માંથી 2013-08-15 પર સંગ્રહિત. મેળવેલ 2013-07-21.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Food and Agriculture Organization of the United Nations (2012). "Production Crops: sesame seeds". મૂળ માંથી 2012-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2013-07-21.
  7. T. Ogasawara, k.Chiba, m.Tada in (Y. P. S. Bajaj ed ). Medicinal and Aromatic Plants, Volume 10. Springer, 1988. ISBN 3540627278. |access-date= requires |url= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  8. Proceedings of the Harlan Symposium 1997- The Origins of Agriculture and Crop Domestication સંગ્રહિત ૨૦૧૨-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન Retrieved 2012-06-17
  9. Dorothea Bedigian(Editor) (2010). Sesame: The genus Sesamum. CRC Press. ISBN 978-0-8493-3538-9.CS1 maint: extra text: authors list (link)
  10. D Zohary, M Hopf - Domestication of Plants in the Old World: The Origin and Spread of Cultivated Plants in West Asia, Europe, and the Nile Valley Oxford University Press, 2000 ISBN 0198503563 Retrieved 2012-06-17
  11. D Bedigian and J R Harlan - [૧][હંમેશ માટે મૃત કડી] Retrieved 2012-06-17
  12. D Q Fuller (University college London) - [૨] - Further Evidence on the Prehistory of Sesame 2003
  13. I Shaw - Oxford University Press, 2003 ISBN 0192804588 Retrieved 2012-06-17
  14. Charles Freeman - Egypt, Greece, and Rome: Civilizations of the Ancient Mediterranean Oxford University Press, 29 Apr 2004 ISBN 0199263647 Retrieved 2012-06-17
  15. M Serpico & R White - (editors; P T Nicholson, I Shaw-translator). Ancient Egyptian Materials and Technology. Cambridge University Press, 23 Mar 2000. ISBN 0521452570. |access-date= requires |url= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  16. A R David - Handbook to Life in Ancient Egypt Oxford University Press, 28Oct 1999 ISBN 0195132157 Retrieved 2012-06-17
  17. Sesame Coordinators. "Sesame". Sesaco. મૂળ માંથી 2018-07-02 પર સંગ્રહિત. મેળવેલ 2013-07-21.
  18. Frederic Rosengarten (2004). The Book of Edible Nuts. Dover Publications. ISBN 978-0486434995.
  19. Food and Agriculture Organization of the United Nations (2012). "Food and Agricultural commodities production: Countries by commodity". મૂળ માંથી 2011-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2013-07-21.
  NODES
Association 1
languages 1
os 4
text 1