થુમ્બા દક્ષિણ ભારતીય રાજ્ય કેરળની રાજધાની ત્રિવેંદ્રમની નજીક આવેલું માછીમારોનું એક ગામ છે. થુમ્બા ગામ પહેલી વાર રાષ્ટ્રીય ફલક પર ઇ. સ. ૧૯૬૨ના વર્ષમાં ઝળક્યું કારણ કે અહીં થુમ્બા ઇક્વેટોરિયલ રૉકેટ લોંચિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી. ભારત દેશના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે પણ અહીં સૌથી પહેલાં કામગીરી બજાવી હતી, તે રૉકેટ એન્જિનયરોના દળમાં સામેલ થયા હતા. અહીંથી પહેલી વાર નાઇકે-અપાચે નામક રૉકેટ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના દિવસે છોડવામાં આવ્યું હતું.

થુમ્બા
—  ગામ  —
થુમ્બાનું
કેરળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 8°31′0″N 76°52′0″E / 8.51667°N 76.86667°E / 8.51667; 76.86667
દેશ ભારત
રાજ્ય કેરળ
જિલ્લો તિરુવનંતપુરમ્ જિલ્લો ( ત્રિવેન્દ્રમ, તિરુવનન્તપુરમ)
અધિકૃત ભાષા(ઓ) મલયાલમ,અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  NODES
languages 1