નેમિનાથ

૨૨મા જૈન તીર્થંકર

નેમિનાથજૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૨મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[] તેઓ માત્ર નેમિ અથવા અરિષ્ટનેમિ તરીકે પણ ઓળખાય છે. અરિષ્ટનેમિનો સૂર્ય-રથ એવો પણ પર્યાય થાય છે. મહાવીર, પાર્શ્વનાથ અને ઋષભદેવ સાથે નેમિનાથ પણ જૈનોમાં સૌથી વધુ ભક્તિભાવ ધરાવે છે.[]

નેમિનાથ
૨૨મા જૈન તીર્થંકર
અરિષ્ઠનેમિ
બાતેશ્વર ઉત્તરપ્રદેશના જૈન મંદિરમાં નેમિનાથની મૂર્તિ.
અન્ય નામોઅરિષ્ટનેમિ
ધર્મજૈન ધર્મ
પુરોગામીનમિનાથ
અનુગામીપાર્શ્વનાથ
પ્રતીકશંખ[]
ઊંચાઈ૧૦ ધનુષ્ય (૯૮ ફૂટ)[]
ઉંમર૧૦૦૦ વર્ષ
વર્ણશ્યામ
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
ગિરનાર પર્વત
માતા-પિતા
  • સમુદ્રવિજય (પિતા)
  • શિવાદેવી (માતા)

જૈન માન્યતા અનુસાર ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની ૮૪,૦૦૦ વર્ષો પૂર્વે નેમિનાથ થઈ ગયા. તેમનું આયુષ્ય ૧૦૦૦ વર્ષનું માનવામાં આવે છે.[] તેઓ રાજા સમુદ્રવિજય અને રાણી શિવાદેવીના સૌથી નાના સંતાન હતા. જૈન મત અનુસાર તેઓ હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના પિત્રાઈ મનાય છે, તેમનું લાંછન પણ શંખ છે જે હિંદુ ભગવાન વિષ્ણુ પણ ધારણ કરે છે.[] તેમનો જન્મ યદુ કૂળમાં સૌરીપુર (દ્વારકા)માં શ્રાવણ સુદ પાંચમના થયો હતો. તેઓ ગોવાળનું કામ કરતાં અને તેમને પ્રાણીઓ ખૂબ ગમતાં.[] જૈન ધર્મની એક કથા અનુસાર નેમિનાથે તેમના લગ્નના દિવસે મિજબાની માટે મારવામાં આવતાં પ્રાણીઓનો આક્રંદ સાંભળ્યો,[] અને તે સાંભળી તેમને વૈરાગ્ય આવ્યો અને તેમણે સંસાર ત્યાગી દીક્ષા અંગીકાર કરી.[][૧૦] તેમણે જુનાગઢના ગિરનાર પર્વત પર મોક્ષ મેળવ્યો. આ સ્થળ આજે પણ જૈનોનું યાત્રા ધામ છે.

નામ વ્યૂત્પત્તિ

ફેરફાર કરો

નેમિનાથ એ શબ્દ બે શબ્દોનો બનેલો છે. નેમિનો અર્થ થાય છે પૈડાનો આર કે આરો અથવા વીજળી,[૧૧] અને નાથ નો અર્હ થાય છે "સ્વામી, રક્ષક, દાતા".[૧૨] જૈન ગ્રંથઉત્તરપુરાણ, અને હેમચંદ્રાચાર્ય અનુસાર નેમિનાથન નામ ઈંદ્રદેવે રાખ્યું હતું કેમકે તેમ્ણે આ જિનને ધર્મ ચક્ર સમાન જોયા હતા. શ્વેતાંબર મત અનુસાર તેમનું નામ અરિષ્ટનેમી છે જે તેમના ગર્ભકાળ દરમ્યાન તેમની માતાને આવેલા સ્વપ્ન પર આધારિત છે. તેમણે સપનામાં અરિષ્ટરત્નોનું ચક્ર જોયું હતું.[૧૦] તેમનું પૂર્ણ નામ અરિષ્ટનેમિ હતું જે સૂર્યન રથને અપાયેલ એક વિશેસણ પન છે.[][૧૩]

જૈન પરંપરા અનુસાર નેમિનાથ હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૨મા તીર્થંકર છે. તેમના નામની જોડણી ૨૧ મા તીર્થંકરને મળતી આવે છે. જૈન ઇતિહાસ પ્રમાણે તે બન્ને વચ્ચે, ૫૦,૦૦૦ વર્ષોનું અંતર હતું.[]

જૈન પરંપરા પ્રમાણે જીવન

ફેરફાર કરો
 
અરિષ્ટનેમિનો જન્મ, કલ્પ સૂત્ર

નેમિનાથ એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૨મા તીર્થંકર છે.[૧૩][૧૪] જૈન માન્યતા અનુસર તેઓ ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથથી ૮૪,૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયાં.[૧૩] તેમનો જન્મ યદુ કુળમાં સૌર્યપૂર (દ્વારકા)માં રાજા સમુદ્રવિજય અને રાણી શિવાદેવીને ઘેર થયો હતો.[૧૫] તેઓ ગાયોને ચરાવતાં ચરાવતાં મોટા થયાં અને તેમને પ્રાણીઓપ્રત્યે ખૂબ વહાલ હતું. જૈન દંત કાથાઓ તેમને હાલના ગિરનાર-કાઠિયાવાડ ક્ષેત્રો (સૌરાષ્ટ્ર)માં મૂકે છે.[૧૬][૧૭] તેમની જન્મ તિથિ શ્રાવણ સુદ પાંચમ છે.[૧૪]

 
ગુજરાતના જુનાગઢ પાસે આવેલા ગિરનાર પર્વત પર આવેલું નેમિનાથનું દેરાસર.

નેમિનાનો વર્ન ઘેરો ભૂરો (શ્યામ) હતો,[૧૦]તેઓ ખૂબજ દેખાવદા પણ શરમાળ યુવાન હતા.[૧૫] જૈન મત અનુસાર નેમિનાથના પિતા સમુદ્ર વિજયએ કૃષ્ણના પિતા વાસુદેવના ભાઈ હતા. આ સંબંધે તેઓ કૃષ્ણના પિત્રાઈ થયા.[૧૮] જૈન પુરાણો અને ત્રિષષ્થિ પુરુષ ચરિત્રમાં તેમને કૃષ્ણન પિત્રાઈ તરીકે દર્શાવાયા છે.[૧૮][૧૯] એક વખત કૃષ્ણની પત્ની સત્યભામાએ તેમને ટોણો મારતા તેમણે શ્રી કૃષ્ણનું પંચજન્ય નામનું મહાન શંખ ફૂંક્યું હતું. જૈન ગ્રંથ અનુસાર વિષ્ણુના આ શંખને કૃષ્ણ સિવાય કોઈ ઊંચકી શક્વા પણ સામર્થ્યવાન ન હતું, વગાડવાની વાત તો રહી. આ ઘટના પછી શ્રી કૃષ્ણે નેમિનાથના બળની ચકાસણી કરવા તેને મૈત્રી દ્વંદ્વ માટે આમંત્રણ આપ્યું. નેમિનાથે તીર્થંકર હોવાથી કોઈ પણ વધુ મહેનત વગર સરળતાથી કૃષ્ણને હરાવ્યા.[૧૫] કૃષ્ણ અને જરાસંધ વચ્ચેના યુદ્ધમાં નેમિનાથ કૃષ્ણના પક્ષે લડ્યા હતા.[૨૦]

લોંગના મતે, જૈન કથાઓ માને છે કે કૃષ્ણે અર્જુનને આપેલ ભગવદ્ ગીતાનું જ્ઞાન નેમિનાથે કૃષ્ણને શીખવ્યું હતું. તેને જ કારણે જૈનો પણ ગીતાને માન્યતા આપે છે, વાંચે છે અને ઉલ્લેખ પણ કરે છે. અને કૃષ્ણને સંબંધિત ઉત્સવો પણ ઉજવે છે અને હિંદુઓ સાથે આધ્યાત્મિક પિત્રાઈ જેમ વ્યવહાર રાખે છે.[૨૧]

 
નેમિનાથના લગ્નના વરઘોડાનું ચિત્ર. દંત કથા અનુસાર લગ્ન ની મિજબાનીમાં વધ માટે તૈયાર કરાતા પ્રાણીઓનો ચિત્કાર સાંભળી તેમણે સંસારનો ત્યાગ કર્યો.[]

આગળ વધુ જણાવ્યું છે કે નેમિનાથના લગ્ન દ્વારકાના રાજા ઉગ્રસેનની રાજકુમારી રાજુલકુમારી કે રાજીમતી સાથે નક્કી કરવામાં આવ્યા. જૈન મત અનુસાર લગ્નની મિજબાનીમાં વધેરાતા પ્રાણીઓનો ચિત્કાર તેમણે સાંભળ્યો તેમના દુઃખ અને ત્રાસ જોઈ તેમણે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો, સંસારનો ત્યાગ કર્યો, સાધુ બન્યા અને સાધના કરવા ગિરનાર પર્વત પર ગયા.[૨૨][૧૦][] તેમની થનાર પત્નીએ પણ સંસાર છોડ્યો અને સાધ્વી બન્યા.[૧૯] કલ્પ સુત્ર અનુસાર નેમિનાથ ત્રણ દિવસે એક જ વખત આહાર લેતા,[૨૩] આમ તેમણે ૫૫ દિવસો સુધી કર્યું અને મહવેણુના વૃક્ષ નીચે રૈવતક પર્વત પર તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.[૧૦] છેવટે ૧,૦૦૦ વર્ષનું જીવન ગાળી તેઓ ગિરનાર પર્વત પર મોક્ષ પામ્યા.[૧૯][૧૦] આ ૧,૦૦૦ વર્ષોમાં તેઓએ ૩૦૦ વર્ષ અવિવાહિત યુવાવસ્થામાં ગાળ્યા, ૫૪ વર્ષો સાધક તરીકે અને ૭૦૦ વર્ષો કેવળી તરીકે વિચર્યા.[૨૩]

ઐતિહાસિક મત

ફેરફાર કરો

છેલ્લા બે તીર્થંકરોને છોડીને ઇતિહાસકારો નેમિનાથ સહિત બાકીના અન્ય સૌ તીર્થંકરોને દંતકથાના પાત્રો માને છે.

સાહિત્ય

ફેરફાર કરો
 
બ્રુકલિન મ્યુઝિયમમાં કલ્પ સૂત્ર , પાનું ૬૫, નેમિનાથના ચરિત્રના શરૂઆતના પૃષ્ઠ
  • નેમિનાથ કે અરિષ્ટનેમિની માન્યતા જિનસેનાએ લખેલા હરિવંશ પુરાણમાં મળી આવે છે.[૧૦][૨૪]
  • નેમિનાથના જીવનની કથા નેમિનાથ-ચરિત્ર નામની પાંડુ લિપીમાં મળી આવે છે જેની રચના ૧૧૯૮-૧૧૪૨માં થઈ હોવાની માન્યતા છે. હાલમાં તેને શાંતિનાથ ભંડાર, ખંભાતમાં જાળવીને રાખવામાં આવી છે.[૧૦]
  • નેમિનાથ પ્રત્યે રાજુલનો પ્રેમ રાજલ-બારહમાસા માણ્ વર્ણાવાયો છે. (વિજયચંદ્ર સૂરિ દ્વારા ૧૪મી સદીની શરૂઆતમાં લખાયેલ કાવ્ય).[૨૫]
  • શંખ ફૂંકવાની કથા કલ્પસૂત્રમાં લખેલી છે.[]
  • રાજુલ અને નેમિનાથના વિયોગની કથ જૈન કવિઓમાં લોકપ્રિય વિષય રહ્યો છે જેમણે ગુજરાતી ફાગુઓ રચ્યા છે. અમુક ઉદાહરણો રાજશેખર નિર્મિત નેમિનાથ ફાગુ(૧૩૪૪), જયશેખરસૂરી રચિત ત્રિભુવનદીપક પ્રબંધ , સોમસુંદર દ્વારા લખાયેલ રંગસાગર નેમિનાથ ફાગુ (૧૪૦૦), વિનયચંદ્ર રચિત કાવ્ય - નેમિનાથ ચતુષ્પુપદિકા (૧૨૬૯).[૨૬]

મૂર્તિકલા

ફેરફાર કરો
 
૧૨મી સદીમાં નિર્મિત ૧૬મીટર ઊંચી તામિલનાડુના તિરુમલાઈ માં આવેલી નેમિનાથની પ્રતિમા

નેમિનાથ કૃષ્ણના પિતરાઈ અને તેમના જેવો જ શ્યામ વર્ણ ધરાવતા હોવાનું મનાય છે.[૧૦] તેમના જીવનને દર્શાવતા ચિત્રો તેમને શ્યામ વર્ણના દર્શાવે છે. તેમની મૂત્રિને ઓળખ કરાવનાર લાંછન કે ચિન્હ શંખ છે. તેને તેમની પ્રતિમા નીચે કોતરવામાં આવે છે. અમુક સમયે વિષ્ણુના સુદર્શન સમાન અમુક ચક્ર પણ ગોઠવવામાં આવે છે. છઠ્ઠી શતાબ્દીના સમય કાળની મધ્યપ્રદેશના પધાવલીમાં મળી આવેલા પુરાતાત્વીક સ્થાન પર આવો ચક્ર દર્શાવ્વામાં આવ્યો છે.[૧૦] નેમિનાથની કલાત્મક કૃતિમાં અમુક સમયે અંબિકા યક્ષી પણ દર્શાવવામાં આવે છે. પણ ક્ષેત્ર અનુસાર તેનો રંગ સુવર્ણ, લીલાથી ભૂરા સુધી દર્શાવાય છે. [૧૦]

મૂર્તિઓ

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. Tandon 2002, p. 45.
  2. Sarasvati 1970, p. 444.
  3. "Arishtanemi: Jaina saint". Encyclopedia Britannica. મેળવેલ 15 September 2017.
  4. Dundas 2002.
  5. Sarasvati 1970.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Jain & Fischer 1978.
  7. Ramchandra C Dhere (2011). Rise of a Folk God: Vitthal of Pandharpur. Oxford University Press. પૃષ્ઠ 193–196. ISBN 978-0-19-977759-4.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ von Glasenapp 1925.
  9. Sehdev Kumar 2001.
  10. ૧૦.૦૦ ૧૦.૦૧ ૧૦.૦૨ ૧૦.૦૩ ૧૦.૦૪ ૧૦.૦૫ ૧૦.૦૬ ૧૦.૦૭ ૧૦.૦૮ ૧૦.૦૯ ૧૦.૧૦ Umakant P. Shah 1987.
  11. Monier Monier-Williams, Nemi, Sanskrit English Dictionary with Etymology, Oxford University Press, page 569
  12. Monier Monier-Williams, Natha, Sanskrit English Dictionary with Etymology, Oxford University Press, page 534
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ Zimmer 1953.
  14. ૧૪.૦ ૧૪.૧ Tukol 1980.
  15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ Doniger 1993.
  16. Upinder Singh 2008.
  17. Cort 2001.
  18. ૧૮.૦ ૧૮.૧ Helen 2009.
  19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ Sangave 2001.
  20. Beck 2012.
  21. Long 2009.
  22. Kailash Chand Jain 1991.
  23. ૨૩.૦ ૨૩.૧ Jones & Ryan 2006.
  24. Upinder Singh 2016.
  25. Kelting 2009.
  26. Parul Shah 1983, pp. 134-156.
  NODES
languages 1
os 3
text 1
web 2