પુષ્કર
પુષ્કર રાજસ્થાન રાજ્યમાં આવેલું એક વિખ્યાત તીર્થસ્થળ છે. પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં બ્રહ્માનું મંદિર આવેલું છે.
પુષ્કર | |
---|---|
નગર | |
પુષ્કર રાજસ્થાન, વિહંગમ દ્રશ્ય | |
અન્ય નામો: તીર્થરાજ પુષ્કર | |
અક્ષાંશ-રેખાંશ: 26°29′16″N 74°33′21″E / 26.487652°N 74.555922°E | |
દેશ | India |
રાજ્ય | રાજસ્થાન |
જિલ્લો | અજમેર |
ઊંચાઇ | ૫૧૦ m (૧૬૭૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૧,૬૨૬[૧] |
ભાષાઓ | |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
નામ વ્યુત્પત્તિ
ફેરફાર કરોસ્થાન
ફેરફાર કરોપુષ્કર રાજસ્થાનના મધ્ય પૂર્વ ભાગમાં અરવલ્લી પર્વતોની પશ્ચિમ તરફ છે. પુષ્કરથી સૌથી નજીકનું વિમાન મથક કિશનગઢ એરપોર્ટ છે જે અહીંથી ઇશાન દિશામાં 45 km (28 mi) દૂર આવેલું છે. અજમેર સાથે પુષ્કર આશરે 10 km (6.2 mi) દૂર ધોરી માર્ગ ક્રમાંક ૫૮ આવેલું છે. આ માર્ગ અરવલ્લી પર્વતો ઉપર થઈ જાય છે. અજમેર તેની નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે.[૪]
ઇતિહાસ
ફેરફાર કરોપુષ્કર ભારતના કેટલાક પ્રાચીનતમ ભૂસ્તરશાસ્ત્રીય રચનાઓની નજીક છે. ખેરા અને કડેરી નજીકના માઇક્રોલીથ (પાષાણયુગીન પાષાણ શસ્ત્રો) સૂચવે છે કે પ્રાચીન સમયમાં આ પ્રદેશમાં વસવાટ થયો હતો. તેની નજીકના અરવલ્લી પર્વતોમાં મોંહે-જો-દડો શૈલીની કલાકૃતિઓ મળી છે, પરંતુ અહીંનું મોંહે-જો-દડો સાથેનું જોડાણ અસ્પષ્ટ છે કારણ કે આ વસ્તુઓ કદાચ પછીથી પરિવહન કરવામાં આવી હોઈ શકે છે. આ ક્ષેત્રની નજીકના સ્થળોથી પ્રાચીન બ્રાહ્મી લિપિમાં લખાયેલા શિલાલેખો મળી આવ્યા છે, બદલી ગામ નજીક મળેલા શિલા લેખો અશોક પૂર્વના સમયના માનવામાં આવે છે.[૫] સ્થાનિક ખોદકામ દરમ્યાન મળેલા માટીના લાલ વાસણો અને ચિત્રકામ ધરાવતા રાખોડી પાત્રો પ્રાચીન સમયના વસવાટને પુષ્ટિ આપે છે.[૬]
રામાયણ, મહાભારત અને પુરાણોમાં થયેલો પુષ્કરનો ઉલ્લેખ હિંદુ ધર્મની ઐતિહાસિક અને પૌરાણિક પરંપરામાં તેનું મહત્વ સૂચવે છે.[૬][૭] આ શહેરનો ઉલ્લેખ ૧લી સહસ્ત્રાબ્દી માં લખાયેલા ઘણા પાઠોમાં કરવામાં આવ્યો છે.[૪] આ ગ્રંથો જોકે ઐતિહાસિક નથી. પુષ્કર અને અજમેરને લગતા સૌથી પ્રાચીન ઐતિહાસિક ઉલ્લેખ ભારતીય ઉપખંડના ઉત્તરપશ્ચિમ પ્રદેશો પરના આક્રમણ અને તેના વિજયને વર્ણવતા ઇસ્લામિક ગ્રંથોમાં જોવા મળે છે.
મોહમ્મદ ઘોરી દ્વારા ઈ.સ. ૧૧૯૨ માં પૃથ્વીરાજ ચૌહાણની હારનો ઉલ્લેખ ધરાવતા દસ્તાવેજમાં આ સ્થળ દર્શાવાયું છે. ત્યારબાદ, પુષ્કર અને નજીકના અજમેરનો કુતુબ-ઉદ્દિન-ઐબેકથી સંબંધિત ઐતિહાસિક દસ્તાવેજોમાં ઉલ્લેખ જોવા મળે છે. ઈ.સ. ૧૨૭૮માં આ ક્ષેત્ર રાજપૂત હિન્દુઓ - રણથંભોરના ચૌહાણોના શાસન હેઠળ આવ્યો. ઈ.સ. ૧૩૦૧ માં ફરી પાછો દિલ્હી સલ્તનત દ્વારા તેના પર કબ્જો કરવામાં આવ્યો અને ઘણી સદીઓ સુધી મુસ્લિમના નિયંત્રણમાં રહ્યો.[૬] અકબરે પુષ્કર નજીકના અજમેરને પ્રાંતીય રાજધાનીઓમાંની એક બનાવ્યું, અને તે ઈ. સ. ૧૭૧૨ સુધી તે મોગલ સામ્રાજ્યનો એક ભાગ રહ્યું. મુસ્લિમ શાસને આ ક્ષેત્ર પર વિધ્વંસ તેમજ સાંસ્કૃતિક પ્રભાવ લાવ્યો. ઔરંગઝેબની સેનાએ અહીંના તળાવ સાથે હિન્દુ મંદિરોનો નાશ કર્યો.[૧] અહીંના ઢોર અને ઊંટના વેપારની પરંપરા ઠેઠ અફઘાનિસ્તાનથી વેપારીઓ આકર્ષી લાવતી હતી.[૮] ઔરંગઝેબ પછી મોગલ સામ્રાજ્યના પતન સાથે, પુષ્કર પર ફરી હિન્દુઓનો - મારવાડના રાઠોડોનો કબ્જો આવ્યો જેમણે મંદિરો અને ઘાટ ફરીથી બનાવ્યા.[૯] અહીં રાજપૂતો, મરાઠાઓ, બ્રાહ્મણો અને શ્રીમંત હિન્દુ વેપારીઓ દ્વારા કેટલાક મહત્ત્વપૂર્ણ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. બ્રહ્મા મંદિરનું પુન: નિર્માણ ગોકુલ પારક ઓસ્વાલ દ્વારા કરાયું, સરસ્વતીનું મંદિર જોધપુરના પુરોહિત દ્વારા ફરીથી બંધાવવામાં આવ્યું હતું, બદરી નારાયણનું મંદિર ખેરવાના ઠાકુર દ્વારા બંધાવવામાં આવ્યું હતું, વરાહનું મંદિર જે જહાંગીર દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું તે મારવાડના મહારાજા બખ્ત સિંહ દ્વારા ફરીથી બંધાવવામાં આવ્યું હતું. મરાઠા શ્રીમંત ગોમા રાવે શિવ આત્મતેશ્વર મંદિરને ફરીથી બંધાવ્યું.[૧૦] ઈ.સ. ૧૮૦૧ માં પુષ્કર બ્રિટીશ શાસનમાં હેઠળ આવ્યું અને ૧૯૪૭ સુધી તે બ્રિટીશ સામ્રાજ્યનો ભાગ રહ્યો.
સમકાલીન સમયમાં તે પ્રખ્યાત વાર્ષિક પુષ્કર ઊંટ મેળાનું સ્થાન રહ્યું છે.[૨]
વસ્તી
ફેરફાર કરોઈ.સ. ૧૯૦૧ માં, આ શહેર રાજપૂતાના એજન્સીનો ભાગ હતો, જેની વસ્તી ૩,૮૩૧ હતી.[૧૨]
ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે, પુષ્કરની વસ્તી ૨૧,૬૨૬ હતી. આ શહેરમાં ૧૧,૩૩૫ રહેવાસી પુરૂષો અને ૧૦,૨૯૧ રહેવાસી સ્ત્રીઓ હતી. ૦-૬ વય જૂથના બાળકોની વસ્તી ૧૩.૯૫% છે. તમામ વય જૂથો સહિત લગભગ ૮૦% વસ્તી સાક્ષર હતી (૯૦% પુરુષ સાક્ષરતા દર, ૭૦% સ્ત્રી). આ શહેરમાં ૪,૨૫૦ થી વધુ મકાનો અથવા સરેરાશ ઘર દીઠ આશરે ૫ રહેવાસીઓ હતા.
મેળાઓ
ફેરફાર કરોપુષ્કર મેળો
ફેરફાર કરોઅજમેરથી ૧૧ કિ.મી. દૂર હિંદુઓનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ પુષ્કર આવેલું છે. અહીં કાર્તિક પૂર્ણિમાના અવસરે પુષ્કર મેળો ભરાય છે. જેમાં ભારે સંખ્યામાં દેશી-વિદેશી પર્યટકો પણ આવે છે. હજારો હિંદુ શ્રદ્ધાળુ લોકો આ મેળામાં આવે છે. તેઓ પોતાને પવિત્ર કરવાને માટે પુષ્કર સરોવરમાં સ્નાન કરે છે. ભક્તગણો તથા પર્યટકો શ્રી રંગ જી તથા અન્ય મંદિરોમાં દર્શન કરી આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરે છે.
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોબ્રહ્મા મંદિર
ફેરફાર કરોપુષ્કરનું સૌથી મહત્વપૂર્ણ મંદિર ભગવાન બ્રહ્માને સમર્પિત છે, જે હિન્દુ ધર્મના પવિત્ર ત્રૈક્યમાંનાં એક છે. આ મંદિર ભગવાન બ્રહ્માની સાચા આકારની મૂર્તિ ધરાવે છે.
શક્તિપીઠ
ફેરફાર કરોઅહીં દેવી સતી માતાની બે પંહોચીઓ પડી હતી. આ કારણે અહીં શક્તિપીઠ પણ આવેલી છે.
શીખ ગુરુદ્વારા
ફેરફાર કરોગુરુમુખ સિંઘ અનુસાર ગુરુનાનક અને ગુરુ ગોવિંદસિંહને સમર્પિત ગુરુદ્વારાઓને કારણે, પુષ્કર એ શીખો માટેનું એક પવિત્ર તીર્થસ્થાન છે. આનું ઐતિહાસિક મૂળ છે. શહેરના પૂર્વ ભાગમાં ગુરુ નાનક ગુરુદ્વારા છે, જેને ગુરુ નાનક ધર્મશાળા કહેવામાં આવે છે, (૨૦ મી સદી પહેલા શીખ મંદિરો માટે એ સામાન્ય નામ હતું). શીખ ધર્મશાળા એક બે માળની ઇમારત છે જેમાં કેન્દ્રીય ઓરડો છે, જે વરંડાથી ઘેરાયેલો છે. [૯]
જ્યારે ઔરંગઝેબ દ્વારા ગુરુ ગોવિંદસિંહને આનંદપુરથી હદપાર કરાયા હતા ત્યારે તેમણે આ શહેરની મુલાકાત લીધી અને તેની યાદમાં બીજું શીખ મંદિર અહીં બંધાવવામાં આવ્યું છે.[૯] તે જે સ્થળે રહ્યા હતા અને તેની બાજુમાં આવેલ તળાવને હવે ગોવિંદ ઘાટ કહેવામાં આવે છે. તેમાં એક સ્મારક શિલાલેખ છે જેમાં લખ્યું છે કે આ સ્મારક ઔરંગઝેબ શાસનના અંતિમ દાયકામાં વ્યાપક હિન્દુ-મુસ્લિમ યુદ્ધો અને મુઘલ સામ્રાજ્યના પતન પછી મરાઠા સામ્રાજ્યની પ્રાયોજકતા દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં શીખ ગ્રંથો ગુરુ ગ્રંથ સાહેબ અને હુકુમનામાની જૂની હસ્ત-લિખિત પ્રત છે. આ બંને પ્રતો પુષ્કરના બ્રાહ્મણ પુજારી દ્વારા સાચવવામાં આવ્યા છે, જે પૂજારીના પૂર્વજો ગુરુને મળ્યા હતા. હુકુમનામા એક ભોજ પત્ર પર છે, જે ૧૮ મી સદીમાં અક્ષરો નોંધવાની એક વ્યાપક પદ્ધતિ હતી.
પુષ્કર હોળી
ફેરફાર કરોહોળીનો તહેવાર લગભગ માર્ચમાં આવે છે અને તે હિન્દુ વર્ષનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. તે અસ્ત્ય ઉપર સત્યની જીત અને વસંત ઋતુના આગમનને રજૂ કરે છે. હોળીની ઉજવણી આખા ભારતમાં થાય છે અને તેમાં વિશાળ આનંદકારક શેરી ઉજવણીઓ શામેલ હોય છે. હોળી દરમિયાન, ભાંગ (પ્રાચીન ભારતીય ખાદ્ય ગાંજો ) પુષ્કરમાં પીરસવામાં આવે છે, જેને ભારતમાં કેટલાક શ્રેષ્ઠ ભાંગ ગણે છે. [૧૩]
અન્ય સીમાચિહ્નો
ફેરફાર કરોઅજમેર એ પુષ્કર શહેરથી સૌથી નજીકનું પર્યટક આકર્ષણ છે. અજમેરથી ૨૭ કિલોમીટર દૂર આવેલું કિશનગઢ તેના લઘુચિત્ર માટે પ્રખ્યાત છે, જે બની ઠની તરીકે વધુ પ્રખ્યાત છે.
પુષ્કર તળાવ
ફેરફાર કરોપુષ્કરનું મુખ્ય આકર્ષણ પુષ્કર તળાવ છે જેને તિબેટના માનસરોવર તળાવની જેમ પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર તળાવને કારણે પુષ્કર હિન્દુ તીર્થસ્થાન બન્યું છે. દંતકથા છે કે જ્યારે બ્રહ્માંડના સર્જક બ્રહ્માના હાથમાંથી એક કમળ આ સ્થળે પડ્યું હતું અને તે જગ્યાએ એક સરોવર બની ગયું . આ કારણે આ સરોવર બ્રહ્માને સમર્પિત કરવામાં આવ્યું.
જૂનું પુષ્કર
ફેરફાર કરોજૂનું પુષ્કર તળાવ ફરીથી બનાવવામાં આવ્યું છે અને તે પુષ્કર તળાવથી ૫ કિમી દૂર આવેલું છે. પ્રાચીન ગ્રંથો અનુસાર, પુષ્કર યાત્રાળુઓ માટે સમાન સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Pushkar, Encyclopaedia Britannica
- ↑ ૨.૦ ૨.૧ James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: N-Z. The Rosen Publishing Group. પૃષ્ઠ 539. ISBN 978-0-8239-3180-4.
- ↑ A. Kalyanaraman. Aryatarangini, the saga of the Indo-Aryans, Volume 2. Asia Pub. House, 1970. પૃષ્ઠ 551.
- ↑ ૪.૦ ૪.૧ Ennala Praveen (2006). Pushkar: moods of a desert town. Rupa & Co. પૃષ્ઠ 10–12.
- ↑ Dilip K. Chakrabarti (1999). India, an Archaeological History: Palaeolithic Beginnings to Early Historic Foundations. Oxford University Press. પૃષ્ઠ 263. ISBN 978-0-19-564573-6.
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ Ajmer district, Rajasthan, Census of India, Government of India, pages 9-12
- ↑ David L. Gladstone (2013). From Pilgrimage to Package Tour: Travel and Tourism in the Third World. Routledge. પૃષ્ઠ 179–181. ISBN 978-1-136-07874-3.
- ↑ Jos J. L. Gommans (1995). The Rise of the Indo-Afghan Empire: C. 1710-1780. BRILL Academic. પૃષ્ઠ 80–83. ISBN 90-04-10109-8.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ Gurmukh Singh (2009), Pushkar, Encyclopedia of Sikhism, Editor in Chief: Harbans Singh, Punjab University
- ↑ The Rajputana gazetteer, Volume 2, pg.69
- ↑ Pushkar census 2011
- ↑ "Pushkar". The Imperial Gazetteer of India. 1909. પૃષ્ઠ v. 21, 1.
- ↑ http://www.bbc.com/travel/story/20170307-the-intoxicating-drug-of-an-indian-god
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 22 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
- પુષ્કર પ્રવાસન માહિતી વિકિવોયજ પર
- પુષ્કર નકશો પુષ્કર સંગ્રહિત ૨૦૧૯-૧૨-૦૩ ના રોજ વેબેક મશિન માં મહત્વપૂર્ણ સ્થાનો
- પુષ્કર, રાજસ્થાન માટે અલ્ટીમેટ ગાઇડ - મુલાકાત લેવાની જગ્યાઓ, કરવા માટેની વસ્તુઓ, ક્યાં રહેવાની, ખાવાની સંગ્રહિત ૨૦૨૦-૦૨-૧૧ ના રોજ વેબેક મશિન