મેઘાલય

ઉત્તરપૂર્વ ભારતમાં રાજ્ય

મેઘાલય[]ભારતનું એક ઉત્તરપૂર્વીય એક ડુંગરાળ રાજ્ય છે. સંસ્કૃતમાં આ નામનો અર્થ "વાદળોનો વાસ" એવો થાય છે. ૨૦૧૬ સુધીમાં મેઘાલયની વસ્તી ૩૨,૧૧,૪૭૪ હોવાનો અંદાજ છે. [] મેઘાલય આશરે ૨૨,૪૩૦ ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરે છે, જેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર લગભગ ૩:૧ છે.[]

મેઘાલય
રાજ્ય
સોહરા, ઈશાન ભારતનું સૌથી લોકપ્રિય પ્રવાસી આકર્ષણ, માસિક વર્ષાનો રેકોર્ડ ધરાવનાર સ્થળ
સોહરા, ઈશાન ભારતનું સૌથી લોકપ્રિય પ્રવાસી આકર્ષણ, માસિક વર્ષાનો રેકોર્ડ ધરાવનાર સ્થળ
મેઘાલયની અધિકૃત મહોર
મહોર
અક્ષાંશ-રેખાંશ (શિલોંગ): 25°34′N 91°53′E / 25.57°N 91.88°E / 25.57; 91.88Coordinates: 25°34′N 91°53′E / 25.57°N 91.88°E / 25.57; 91.88
દેશ India
ગઠન૨૧ જાન્યુઆરી ૧૯૭૨
રાજધાનીશિલોંગ
સૌથી મોટું Largest cityશિલોંગ
જિલ્લાઓ૧૧
સરકાર
 • રાજ્યપાલતથાગત રોય
 • મુખ્યમંત્રીકોનાર્ડ સંગમા નેશનલ પિપલ્સ પાર્ટી
 • વિધાનસભાએક ગૃહી (૬૦ સીટ)
 • લોકસભા ક્ષેત્રરાજ્ય સભા 1
લોક સભા
 • ઉચ્ચ ન્યાયાલયમેઘાલય ઉચ્છ ન્યાયાલય
વિસ્તાર ક્રમ૨૩મો
વસ્તી
 (2011 census)
 • કુલ૨૯,૬૪,૦૦૭
 • ક્રમ૨૩મો[]
સમય વિસ્તારUTC+05:30 (ભારતીય માનક સમય)
ISO 3166 ક્રમIN-ML
માન વિકાસ ક્રમIncrease 0.650 (medium)
HDI rank26th (2017)
સાક્ષરતા75.84% (24th)[]
સત્તાવાર ભાષાઅંગ્રેજી[]
વેબસાઇટmeghalaya.gov.in
It received the status of a full-fledged State in 1971 by the North-Eastern Areas (Reorganisation) Act 1971

આ રાજ્ય દક્ષિણમાં બાંગ્લાદેશના માયમેનસિંહ અને સિલ્હટ વિભાગો, પશ્ચિમમાં બાંગ્લાદેશના રંગપુર વિભાગ અને ઉત્તર અને પૂર્વમાં આસામ રાજ્ય દ્વારા ઘેરાયેલો છે. મેઘાલયની રાજધાની શિલોંગ છે. ભારતના અંગ્રેજ રાજ દરમિયાન અંગ્રેજ સત્તાધિકારીઓએ તેને "પૂર્વના સ્કોટલેન્ડ" નામથી ઓળખતા.[] મેઘાલય અગાઉ આસામનો ભાગ હતો, પરંતુ ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ ના દિવસે ખાસી, ગારો અને જૈંતિયા પર્વતોના જિલ્લાઓ મેળાવી મેઘાલય નામનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું. મેઘાલયની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. ઘણા ભારતીય રાજ્યોથી વિપરીત, મેઘાલય ઐતિહાસિક રીતે એક સ્ત્રી પ્રધાન સમાજ રચના (મેટ્રિનેલ સિસ્ટમ)નું પાલન કરે છે જ્યાં વંશ અને વારસો સ્ત્રીઓના કુળ દ્વારા નક્કી થાય છે; સૌથી નાની પુત્રીને બધી સંપત્તિ વારસામાં મળે છે અને તે જ તેના માતાપિતાની સંભાળ પણ રાખે છે.

આ રાજ્ય એ ભારતનો સૌથી ભીનો પ્રદેશ છે, જે સરેરાશ દરેક વર્ષે 12,000 mm (470 in) વર્ષાની નોંધ કરે છે.[] રાજ્યનો આશરે ૭૦% જંગલોથી ઘેરાયલો છે.[] મેઘાલય ઉષ્ણકટિબંધીય જંગલોનું ઇકોરીજીયન મોટા ભાગના રાજ્યને ઘેરી લે છે; તેના પર્વતીય જંગલો ઉત્તર અને દક્ષિણ તરફના નીચાણવાળા ઉષ્ણકટિબંધીય જંગલોથી અલગ છે. જંગલો તેમના સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને છોડની જૈવવિવિધતા માટે જાણીતા છે.

મેઘાલય મુખ્યત્વે એક કૃષિ અર્થતંત્ર ધરાવે છે સાથે નોંધપાત્ર વ્યાપારી વનીકરણ ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. બટેટા, ચોખા, મકાઈ, અનાનસ, કેળા, પપૈયા, મસાલા અહીંની મુખ્ય પેદાશો છે. સેવા ક્ષેત્ર રીઅલ એસ્ટેટ અને વીમા કંપનીઓનું બનેલું છે. ૨૦૧૨માં મેઘાલયનું કુલ રાજ્ય સ્થાનિક ઉત્પન્ન વર્તમાન કિંમત પ્રમાણે અંદાજે ૧૬,૧૭૩ crore (US$૨.૧ billion) છે. [] રાજ્ય ભૌગોલિક રીતે ખનિજોથી સમૃદ્ધ છે, પરંતુ તે ક્ષેત્રમાં કોઈ નોંધપાત્ર ઉદ્યોગો નથી.[]આ રાજ્યમાં આશરે 1,170 km (730 mi) લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. તે બાંગ્લાદેશ સાથેના વેપાર માટેનું એક મુખ્ય લોજિસ્ટિકલ કેન્દ્ર પણ છે. []

જુલાઈ 2018 માં, આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટીગ્રાફી (ભૂસ્તરીય શાસ્ત્ર) આયોગે ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસને લાગતા હોલોસેન યુગને ત્રણ ખંડમાં વિભાજિત [] [૧૦] કર્યો હતો જેના અંતિમ હોલોસેનને મેઘાલય ખંડ નામ આપવામાં આવ્યું છે. [૧૧] [૧૨] આ એટલા માટે કે મેઘાલયની માવમ્લુહ ગુફાના લવણસ્તંભો લગભગ ઈ. સ. પૂ. ૨૨૫૦ની એક મહત્ત્વની વૈશ્વિક આબોહવા પરિવર્તનની ઘટના, સ્ટ્રેટોટાઈપ, ની સીમા ક્કી કરે છે. [૧૩]

મેઘાલયની મોટાભાગની વસ્તી આદિવાસી લોકોની છે. ખાસીઓ સૌથી મોટું જૂથ છે, ત્યાર બાદ ગારો પછી જૈંંતિયા આવે છે. આ જાતિઓની જાણકારી અંગ્રેજોને હતી. તેને તેઓ "પહાડી જાતિ" તરીકે ઓળખાતા. અન્ય જૂથોમાં હાજોંગ, બાયટ, કોચ અને સંબંધિત રાજનોંગશી, બોડો, દિમસા, કુકી, લાખર, તિવા(લાલંગ), કરબી, રાભા અને નેપાળી જાતિઓ અહીં વસે છે .

૨૦૧૧ ની વસ્તી ગણતરીના કામચલાઉ અહેવાલ મુજબ મેઘાલયમાં સાત ઉત્તર-પૂર્વીય સાત રાજ્યોમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ૨૭.૮૨% નોંધાય છે. ૨૦૧૧ સુધીમાં મેઘાલયની વસ્તી ૨૯,૬૪,૦૦૭ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી મહિલાઓ ૧૪,૯૨,૬૬૮ અને પુરુષો ૧૪,૭૧,૩૩૯ છે. ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં લિંગ પ્રમાણ ૧,૦૦૦ પુરુષો દીઠ ૯૮૬ સ્ત્રીઓનો હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૯૪૦ કરતા ઘણો વધારે હતો. ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રમાણ ૯૮૫ અને શહેરમાં ૯૭૨ હતો.

મેઘાલય રાજ્યના જિલ્લાઓ

ફેરફાર કરો
 
મેઘાલયના જિલ્લાઓ

મેઘાલય રાજ્યમાં કુલ ૭ જિલ્લાઓ આવેલા છે:

  1. ૧.૦ ૧.૧ "List of states with Population, Sex Ratio and Literacy Census 2011". Census2011.co.in. મૂળ સંગ્રહિત માંથી 14 February 2014 પર સંગ્રહિત. મેળવેલ 9 November 2012.
  2. "Report of the Commissioner for linguistic minorities: 47th report (July 2008 to June 2010)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. પૃષ્ઠ 84–89. મૂળ (PDF) માંથી 13 May 2012 પર સંગ્રહિત. મેળવેલ 16 February 2012.
  3. "Meghalaya | Define Meghalaya at Dictionary.com". Dictionary.reference.com. 14 July 2014. મૂળ માંથી 2 April 2015 પર સંગ્રહિત. મેળવેલ 27 February 2017.
  4. "Fact sheet on meghalaya" (PDF). 10 March 2014. મૂળ (PDF) માંથી 4 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 September 2014.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Meghalaya સંગ્રહિત ૩ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ વેબેક મશિન IBEF, India (2013)
  6. ૬.૦ ૬.૧ Arnold P. Kaminsky and Roger D. Long (2011), India Today: An Encyclopedia of Life in the Republic, ISBN 978-0313374623, pp. 455-459
  7. Meghalaya and Its Forests સંગ્રહિત ૨૨ ઓગસ્ટ ૨૦૧૪ ના રોજ વેબેક મશિન Government of Meghalaya (2012); Quote – total forest area is 69.5%
  8. Meghalaya સંગ્રહિત ૧૬ જુલાઇ ૨૦૧૪ ના રોજ વેબેક મશિન Planning Commission, Govt of India (May 2014)
  9. "Collapse of civilizations worldwide defines youngest unit of the Geologic Time Scale". મૂળ માંથી 18 July 2018 પર સંગ્રહિત. મેળવેલ 18 July 2018.
  10. "Meghalaya ecstatic after being etched in geological history permanently". 19 July 2018. મૂળ માંથી 19 July 2018 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2018.
  11. Amos, Jonathan (18 July 2018). "Welcome to the Meghalayan Age a new phase in history". BBC News. મૂળ માંથી 18 July 2018 પર સંગ્રહિત. મેળવેલ 18 July 2018.
  12. "Newest phase in Earth's history named after Meghalaya rock". મૂળ માંથી 2 August 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 July 2018.
  13. "Formal subdivision of the Holocene Series/Epoch" (PDF). મૂળ (PDF) માંથી 10 July 2018 પર સંગ્રહિત. મેળવેલ 10 July 2018.
  NODES
languages 1
os 1