શનિવારઅઠવાડિયાનો સાતમો દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. શનિવાર પહેલાંનો દિવસ શુક્રવાર તેમ જ શનિવાર પછીનો દિવસ રવિવાર હોય છે.

સંસ્કૃતમાં શનિવારને (स्थिरवासरम्) થી ઓળખવામાં આવે છે. હિંદુ શ્રધ્ધાળુઓમાં શનિવાર શનિદેવ તથા હનુમાનની પુજા અર્ચન માટે ઉત્તમ મનાય છે.

ગુજરાત રાજ્યમાં શાળાઓનો સમય શનિવારના દિવસે અન્ય દિવસો (રજા સિવાયના દિવસો) કરતાં માત્ર અડધો જ હોય છે. આ ઉપરાંત ભારતભરમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારના દિવસે સરકારી ઓફિસોમાં રજા હોય છે. ઘણા દેશોમાં પાંચ દિવસ કાર્ય અને બે દિવસ રજાના હોય છે. આ બે દિવસની રજામાં પહેલો દિવસ શનિવારનો અને બીજો દિવસ રવિવારનો હોય છે.

  NODES