જૈન ધર્મમાં સમવશરણ એટલે સહુને શરણ એવો અર્થ થાય છે. સમવશરણ તિર્થંકરોના દિવ્ય ઉપદેશ ભવન માટે વપરાય છે. સમવશરણ બે શબ્દોના મેળથી બનેલ છે, "સમ" (સહુને) અને "તક". જ્યાં બધાને જ્ઞાન મેળવવાની સમાન તક મળે, તે સમવશરણ છે.[] તે તિર્થંકરોનું કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેવો દ્વારા રચવામાં આવે છે.[] સમવશરણ "જૈન કલા"માં ખૂબ જ પ્રચલિત છે.[]

તિર્થંકરોનું દિવ્ય સમશરવણ
 
આદિનાથ તીર્થંકર સમવશરણમાં

સમવશરણમાં તીર્થંકર એક કોમળ ગાદી પર બિરાજમાન હોય છે, પરંતુ તેને અડકતા નથી (તેનાથી બે આંગળ ઉપર). તીર્થંકરની નજીક તેમના ગણધર (મુખ્ય શિષ્ય) બિરાજે છે. અન્ય તમામ નીચે દર્શાવેલ રીતે બિરાજે છે.[]

  • પ્રથમ ભવનમાં મુનિ,
  • બીજામાં એક પ્રકારની દેવીઓ,
  • ત્રીજામાં આર્યિકા,
  • આગળનાં ત્રણ ભવનમાં, અન્ય ત્રણ પ્રકારની દેવીઓ,
  • આગળનાં ચાર ભવનમાં, ચાર જાતિઓના દેવો (સ્વર્ગમાં નિવાસ કરતા જીવ),
  • અગિયારમા ભવનમાં પુરુષ,
  • છેલ્લા ભવનમાં પ્રાણી.

જૈન ગ્રંથો અનુસાર, સમવશરણમાં ચાર વિશાળ રસ્તાઓ હોય છે, જ્યાં દરેક રસ્તા પર એક માનસ્તંભ હોય છે.[] ભવનનો કુલ આકાર તે યુગમાં લોકોની ઊંચાઈ પર આધાર રાખે છે.[]

સમવશરણનો પ્રભાવ

ફેરફાર કરો
 
સમવશરણ

સમવશરણમાં તીર્થંકર પૂર્વ દિશા તરફ મુખ રાખી બિરાજે છે, પણ એવું પ્રતીત થાય છે કે તેઓ બધી દિશાઓમાં જોઈ રહ્યા છે.[] તીર્થંકર સરળતાથી જૈન દર્શન વિશે ઉપદેશ આપે છે.[] બધા જીવો (પ્રાણીઓ પણ) આ ઉપદેશ સાંભળે છે અને અહિંસાના માર્ગ પર આગળ વધે છે.[] તીર્થંકરનો દિવ્ય ધ્વનિ સહુને એકસમાન રૂપમાં સંભળાય છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Jain ૨૦૦૮.
  2. http://philtar.ucsm.ac.uk/encyclopedia/jainism/jains.html સંગ્રહિત ૨૦૧૧-૦૧-૧૦ ના રોજ વેબેક મશિન Jains
  3. Wiley, Kristi L. (૨૦૦૯), Scarecrow Press, ISBN 9780810868212, https://books.google.co.in/books?id=kUz9o-EKTpwC 
  4. Jain ૨૦૦૮, p. ૯૫.
  5. Jain ૨૦૦૮, p. ૯૩.
  6. "APPENDIX 14". jainworld.com. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-12.
  7. ૭.૦ ૭.૧ Jain ૨૦૦૮, p. ૯૬.
  8. Jain ૨૦૦૮, p. ૯૮.
  9. Pramansagar ૨૦૦૮, p. ૩૯-૪૩.

ુુપૂરક વાચન

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  NODES
languages 1