સિતાર એ એક તંતુ વાદ્ય છે જેને મુખ્ય રીતે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વાપરવામાં આવે છે. આનો કંપન ધ્વનિ સમાનાંતર તાર, પોલી લાંબી ગરદન અને પોલા ભોપળા જેવા પેટની મદદથી ઉત્પન્ન કરવામાં આવે છે.

સિતાર
મીરજ સિતાર
તંતુ
અન્ય નામોસિતાર
વર્ગીકરણ
હોર્નબોસ્ટેલ-સાસ વર્ગીકરણ321.321-6
(Composite chordophone sounded with a plectrum)
બનાવનાર૧૪મી સદી
સંબંધિત વાદ્યો

સિતાર મોટે ભાગે ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રચલિત છે. આ વાદ્ય પશ્ચિમ વિશ્વમાં શ્રીરવિ શંકર દ્વારા ૧૯૫૦ અને ૬૦ના દશકમાં પ્રચલિત બન્યું. આ કાળ દરમ્યાન કીન્ક્સ નામના રોક બેન્ડના "સી માય ફ્રેન્ડ્સ" નામના આલ્બમમાં આનો ઉપયોગ થયો હતો. આ વાદ્યને તે સમયે ભૂલથી ગિટાર સમજાતુ હતું. [] તે સમયે બીટલ્સ નામના બેન્ડે તેનો ઉપયોગ નોર્વેજીયન વુડ્સ (ધ બર્ડ હેસ ફ્લોન) અને "વિધીન યુ વિથાઉટ યુ" નામની પોતાની સંગીત રચનામાં કર્યો, આથી સિતાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ પ્રચલિત બન્યું. જ્યોર્જ હેરીસન નામના વાદકે શ્રી રવિ શંકર અને શ્રી શંભુ દાસ પાસે સિતાર વગાડવાનો અભ્યાસ કર્યો.[] તે પછી તુરંત બાદ રોલિંગ સ્ટોન્સના બ્રાયન જોન્સે તેમની રચના "પેઈન્ટ ઈટ બ્લેક"માં તેને વાપર્યું અને આમ પ્રચલિત પોપ સંગીતમાં પણ સિતાર જાણીતું બન્યું.

નામ વ્યૂત્પતિ અને ઇતિહાસ

ફેરફાર કરો

ડૉ. લાલમણી મિશ્રા તેમની રચના "ભારતીય સંગીત વાદ્ય માં ત્રિતંત્રી વીણાનું મૂળ "નિબધ " અને "અનિબધ" તંબૂરા સુધી લઈ જાય છે. (આ નામ ઋષિ તૂમ્બ્રૂ ના નામ પરથી પડ્યું છે). આ વાદ્ય પાછળથી તંબૂર કે જન્ત્રા તરીકે ઓળખાવા લાગ્યું. આ વાદ્ય સમાન વાદ્ય તાનપૂરાનું વર્ણન તાનસેન દ્વારા પણ કરવામાં આવ્યું છે. ભરત પરના મોગલ શાસનકાળ દરમ્યાન પર્શિય લ્યૂટ દરબારમાં વગાડાતી હતી. શક્ય છે તેમાંથી સિતારની બનાવટને આધાર મળ્યો હોય. જો કે મોગલ કાળના અંત સુધી સિતારના વપરાશનો કોઈ દસ્તાવેજી પુરાવો મળ્યો નથી.

 
સિતારના ભાગો

સિતારના આંતરો હલાવી શકાય તેવા હોય છે જેથી સૂક્ષ્મ સૂર શોધનમાં સરળતા રહે છે. વળી તે ગોળાકારે ઉપસેલા હોય છે. આને કારણે તર્બ કે તારીફ કે તરફદાર નામના કંપન તાર તેની નીચેથી પસાર થાય છે. કોઈ એક સિતારમાં તારોની કુલ સંખ્યા ૨૧, ૨૨ કે ૨૩ હોઈ શકે છે. તેમાં થી ૬ કે ૭ વગાડવાના મુખ્ય તાર હોય છે તેઓ આંતરોની ઉપર દોડે છે. વિલાયયત ખાન (એટવા ઘરાના)અને તેમના અનુચરો દ્વારા ગાંધાર પંચમ સિતાર વપરાય છે તેમાં છ મુખ્ય વાદન તાર હોય છે. મૈહર ઘરાના, વિષ્ણુપુર ઘરાના તથા અમુક અન્ય ઘરાના દ્વારા વાપરવામાં આવતી ખરરજ-પંચમ સિતારમાં સાત વાદન તાર હોય છે. આ સિતાર પંડિર રવિ શંકર દ્વાર વગાડવામાં આવતી. આમાંની ત્રણ (ગાંધાર - પંચમમાં ચાર) તારને "ચિકારી" કહે છે. તેનો ઉપયોગ ગૂંજન ધ્વની આપવાનો છે. બાકીના તાર સૂવાવલી માટે વપરાય છે. તેમાં પણ મોટે ભાગે પ્રથમ તાર (બાજ તાર)જ વપરાય છે. સિતારમાં તેના કંપન તાર પહોળા ઢળતા પુલ પર કંપન દ્વારા વિશિષ્ટ ગુંજન નાદ ઉત્પન્ન કરે છે. તારમાં કંપન સમયે તેની લંબાઈ સહેજ વધે છે અને તેના છેડા પુલને સ્પર્ષે છે. આમ થતાં એક ની ઉપર છવાતો એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ ધ્વનિ ઉત્પન્ન કરવા માટેના પુલોને ખસેડવાની ક્રિયાને "જીવારી" કહે છે. "જીવારી " કરાવવા ઘણાં સંગીતકારો સિતાર કારીગરો ની સહાય લે છે.

આ સંગીત વાદ્યની ડોક અને મુખ ચક્તિ બનાવવા મુખ્યત્વે સાગ કે ટુન (મેહોગિની નું એક રૂપ) નું લાકડું વપરાય છે. આનું તુમડું ભોપળાનું હોય છે. આ વાદ્યના પુલ હરણના શિંગડા અને ક્યારેક ઊંટના હાડકામાંથી બનેલા હોય છે; આજ કાલ તો કૃત્રિમ પદાર્થમાંથી પણ તે બનેલા હોય છે. ક્યારેક સિતારમાં તેના પોલા ગળાને બીજે છેડે ઉપ-તુંબડું પણ હોય છે.

સિતારની બાંધણી

ફેરફાર કરો

સિતાર નામ પર્શિયન શબ્દ "સેહ -તાર" પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે, સેહ= ત્રણ, તાર=તાર, એટલે ત્રણ તાર વાળું વાદ્ય.

આજકાલ સિતાર બાંધણીને બે મુક્ય પદ્ધતિઓ પ્રચલિત છે. તે સાથે તેમા વિવિધ નાના નાના ફેરફારો અને ચિત્રકારી વિગેરે જોવા મળે છે. આની બે પ્રમુખ પદ્ધતિઓ છે "ગાયકી સિતાર" અને "વાદન સિતાર" ગાયકી સિતારમાં કંપન તરની સમ્ખ્યા પ્રાયઃ ૧૧ જેટલી હોય છે, ક્વચિત તે ૧૩ હોઈ શકે છે. આમાં જીવાતીને પદ્ધતી અને તબલીની (તુંબડું) જાડાઈપણ જાડી હોય છે.

 
લાલ અને સફેદ રંગના કચકડાની કોતરણીથી સજાવેલ સિતાર - રવિશંકર પદ્ધતિની

વદન સિતાર પ્રાય: ટુન વુડ તરીકે ઓળખાતા રાતા લાકડામંથી બનાવવામાં આવે છે. અમુક વકહ્તે તેને બર્માના સાગમાંથી પન બનાવાય છે. આ પ્રકારની સિતારમાં સિતારની ડોક આગળ એક અન્ય વધારાનું નાનું તુંબડું પણ જોડાયેલું હોય છે. તેના વગાડવાના ભાગ પર કચકડાની સુંદર નક્શી પ્રાય: જોવા મળે છે. આમાં પ્રાયઃ ૧૩ કંપન તાર હોય છે. એમ કહેવાય છે વર્ષો સુધી પાકેલા લાકડામાંથી જ સર્વોત્તમ વાદન સિતાર બનાવી શકાય છે. આને કારને સિતાર બનાવનારા પ્રાય: જુના ઢબની ઈમારતો માં વપરાયેલા સાગના લાકડાની તલાશમાં હોય છે અને તે વાપરે છે.

સિતાર ઉત્પદનની દુનિયામાં ખૂબ જુનાં લાકડાનો સ્રોત એક ગુપ્ત માહિતી હોય છે.

 
Preferences of taraf string & peg positioning and their total number

ગ્રાહકની જરૂરિયાતને અનુલક્ષીની સિતારના ઘણાં વિવિધ પ્રકારો બનાવવામઆં આવ્યાં છે. સૌથી મોટો ફેરફાર કમ્પન તાર એટલે કે તરફને આધાર આપતાં ખૂંટાના સ્થાનને કારણે હોય છે. સિતારના વિવિધ રૂપોમાં વિદ્યાર્થી સિતાર, નવશિખીયા સિતાર, ઉપ-વિશારદ, વિશારદ પ્રકાર ઈત્યાદિ હોય છે. તેના ભાવ માત્ર તેના દેખાવ કે વપરાયેલા પદાર્થથી જ નહી પણ ઉત્પાદકના નામ પર પણ આધાર રાખે છે. અમુક ઉત્પાદકો ને નામના જ મોંઘા ભાવ મળે છે. તેમાં સૌથી પ્રખ્યાત છે દિલ્હીના રીખી રામ ને જૂના કલકત્તાના હીરેન રોય.

તકનિકી રીતે સિતાર ન કહી શકાય પણ ઈલેક્ટ્રીક સિતાર પણ આવે છે જેમાં અન્ય ગિટારને મુકાબલે એક ખાસ પુલ હોય છે જેને બઝ બ્રિજ કહે છે અને તેમાં સિતારની નકલ કરતી કંપન તાર પણ હોય છે. આમાં ૬ તાર હોય છે અને ગતિમાન પુલ નથી હોતાં. આને ગિટારની જેમ જ વગાડી શકાય છે પણ તેને ખાસ શૈલિથી વગાડાય છે.

સિતારમાં સૂરાવલીને ગોઠવણી સંગીત ઘરાના પરંપરા અને કલાકરની પસંદગીના હિસાબે બદલાય છે.

વાદનના મુખ્ય તારને પ્રાયઃ ચોથા તાર તરીકે મૂર્ચ્છના પર ગોઠવવમાં આવે છે અને બીજો તાર મૂર્ચ્છનામાં ગોઠવવમાં આવે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મૂર્ચ્છનાને ષડજ કે 'સા'તરીકે અથવા ખરજ (સાનું ભિન્ન સ્વરૂપ)ઓળખાય છે

કંપન તારના સૂરોને વાદનના રાગ અનુસાર ગોઠવવામાં આવે છે

સામાન્ય સૂરાવલી આ મુજબ હોય છે

  • I સા= D
  • VII નિi= C#
  • I સા= D
  • II રે= E
  • III ગ= F#
  • IV મ= G
  • V પ= A
  • VI ધ= B
  • VII નિi= C#
  • I સા= D
  • II રે = E
  • III ગ= F#

(છેલ્લ ત્રણ તીવ્ર અષ્ટક ના સૂર હોય છે). દરેક રાગ માટે વાદ્યને રી-ટ્યૂન કરવો પડે છે. સિતારના વદન તારોને ગટ્ટાઓ ને હટાવીને અને તેના કંપન તારોને બાઉએ આવેલા મણકાઓ દ્વારા ટ્યુન કરી શકાય છે.

 
A black ebony wood Jawari

વગાડવું

ફેરફાર કરો
 
ઇસ્લામાબાદ, પાકિસ્તાન માં સિતાર કાર્યશાળા.

The instrument is balanced between the player's left foot and right knee. The hands move freely without having to carry any of the instrument's weight. The player plucks the string using a metallic pick or plectrum called a mizraab. The thumb stays anchored on the top of the fretboard just above the main gourd. Generally only the index and middle fingers are used for fingering although a few players occasionally use the third. A specialized technique called "meend" involves pulling the main melody string down over the bottom portion of the sitar's curved frets, with which the sitarist can achieve a seven semitone range of microtonal notes (it should be noted, however, that because of the sitar's movable frets, sometimes a fret may be set to a microtone already, and no bending would be required). Adept players bring in charisma through use of special techniques like Kan, Krintan, Murki, Zamzama etc. They also use special Mizrab Bol-s, as in Misrabani[] and create Chhand-s even in odd-numbered Tal-s like Jhoomra.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Julien Temple (2011-07-18). "BBC Four - Dave Davies: Kinkdom Come". Bbc.co.uk. મેળવેલ 2012-06-15.
  2. Everett, The Beatles as Musicians: Revolver Through the Anthology, p 71.
  3. Ragini Trivedi, Sitar Compositions in Ome Swarlipi, ISBN 978-0-557-70596-2, 2010.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  NODES
Note 2